Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : BCCI orders to maintain distance from social media influencers

રીલ્સના ચક્કરમાં સુરક્ષા સાથે ચેડાં નહીં! BCCI એ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સથી અંતર જાળવવા આપ્યો આદેશ

Timeછેલ્લું અપડેટ : 10 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

આઈપીએલની ઝાકઝમાળ વચ્ચે ખેલાડીઓની સુરક્ષા અને ગોપનીયતા જળવાઈ રહે તે માટે BCCI એ નવી ગાઈડલાઈન જાહેર કરી છે. પ્રતિબંધિત જગ્યાઓ પર રીલ્સ બનાવવા  સુરક્ષા મંજૂરી વિના મજાક-મસ્તી અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથેની નિકટતાને કારણે બોર્ડને આ પગલાં લેવાની ફરજ પડી છે. બોર્ડની ભ્રષ્ટાચાર નિરોધક શાખાએ ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને ટીમ અધિકારીઓના રૂમમાં બિનઅધિકૃત મહેમાનોની અવરજવર પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

App Store

એસીયુએ ચેતવણી આપી છે કે આ પ્રકારની મુલાકાતો હની ટ્રેપ હોઈ શકે છે. આથી, હવે મહેમાનો પર પ્રતિબંધ મુકવાની સાથે ખેલાડીઓએ તેમની તમામ ગતિવિધિઓ વિશે સુરક્ષા અધિકારીઓને માહિતગાર કરવા ફરજિયાત રહેશે. નવા ખેલાડીઓમાં સોશિયલ મીડિયા પર લાઇક્સ અને કમેન્ટ્સ મેળવવાની ઘેલછા વધી છે. તાજેતરમાં એક ઘટના બની હતી. જ્યાં એક યુવા ખેલાડીએ કન્ટેન્ટ ટીમના સભ્યની મદદથી મેદાનની પ્રવૃત્તિઓ અને પોતાના હોટલના રૂમના દ્રશ્યો ધરાવતી રીલ્સ બનાવી હતી. જે બ્લોગરે પોતાના પ્રાઈવેટ એકાઉન્ટ પર વાયરલ કરી દીધી હતી. આ પ્રકારની બેદરકારીને રોકવા માટે હવે ટીમોમાં કન્ટેન્ટ બનાવતા સભ્યોની સંખ્યામાં પણ ઘટાડો કરવામાં આવી રહ્યો છે.

ટોપિક્સ:BCCIIPLCRICKETindian cricket team