Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : BCCI fined MI's batting coach Kieron Pollard

VIDEO: મુંબઈ ઈન્ડિયન્સને મેચ જીત્યા બાદ મળ્યા ખરાબ સમાચાર, BCCIએ કિરોન પોલાર્ડને ફટકાર્યો દંડ

Timeછેલ્લું અપડેટ : 15 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મુંબઈ ઈન્ડિયન્સે ગુરુવારે ધર્મશાલામાં પંજાબ કિંગ્સને છ વિકેટથી હરાવ્યું. આ જીત છતાં મુંબઈ ઈન્ડિયન્સને ખરાબ સમાચાર મળ્યા છે. તેના બેટિંગ કોચ કિરોન પોલાર્ડને BCCI દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે. IPL તરફથી શુક્રવારે એક નિવેદનમાં આ માહિતી જાહેર કરવામાં આવી છે.

App Store

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈના બેટિંગ કોચ પોલાર્ડને તેની મેચ ફીના 15% દંડ ફટકારવામાં આવ્યો છે અને તેને એક ડિમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે. પોલાર્ડ IPL આચાર સંહિતાના લેવલ 1 ઉલ્લંઘનનો દોષી સાબિત થયો છે.

ફોર્થ અમ્પાયર સાથે ગેરવર્તણૂક

નિવેદન અનુસાર, પોલાર્ડે ફોર્થ અમ્પાયર સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, જેના પરિણામે દંડ ફટકારવામાં આવ્યો હતો. નિવેદનમાં લખ્યું છે કે, "પોલાર્ડ IPL આચાર સંહિતાના કલમ 2.3નું ઉલ્લંઘન કરવાનો દોષી સાબિત થયો છે, જેમાં અભદ્ર ભાષાનો ઉપયોગ શામેલ છે. આ ઘટના બીજી ઈનિંગની 19મી ઓવર દરમિયાન બની હતી જ્યારે પોલાર્ડે ફોર્થ અમ્પાયર સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો." નિવેદન મુજબ, પોલાર્ડે પોતાની ભૂલ સ્વીકારી અને મેચ રેફરી પંકજ ધર્માણી દ્વારા લાદવામાં આવેલા દંડનો સ્વીકાર કર્યો.

મુંબઈ મેચ જીતી

મેચની વાત કરીએ તો, મુંબઈ સામે પંજાબની હારથી તેની પ્લેઓફની આશાઓને મોટો ઝટકો લાગ્યો છે. આ પંજાબનો સતત પાંચમો પરાજય છે અને હવે તેણે પ્લેઓફમાં ક્વોલિફાય થવા માટે બાકીની બંને મેચ જીતવી પડશે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પંજાબે 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા હતા. મુંબઈએ એક બોલ બાકી રહેતા ચાર વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. 

મુંબઈ માટે તિલક વર્માએ શાનદાર ઈનિંગ રમી. તેણે 33 બોલમાં છ ચોગ્ગા અને છ છગ્ગા ફટકારીને અણનમ 75 રન બનાવ્યા. તેના સિવાય, વિલ જેક્સે 10 બોલમાં બે ચોગ્ગા અને એટલી જ છગ્ગાની મદદથી અણનમ 25 રન બનાવ્યા અને ટીમને જીત અપાવી.