Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Aqib Nabi replaced the injured Bumrah in the Test team

VIDEO: ઈન્જર્ડ બુમરાહના સ્થાને આકિબ નબી ટેસ્ટ ટીમમાં સામેલ

Timeછેલ્લું અપડેટ : 04 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝ માટેની ટીમમાં જમ્મુ-કાશ્મીરના આકિબ નાબીને ટીમમાં સામેલ ન કરતા સિલેક્શન કમિટી ટ્રોલ થઈ હતી. બે ટેસ્ટની સીરિઝમાં બુમરાહને સામેલ તો કરાયો પરંતુ ફિટનેસ ક્લિયરન્સ ન મળતા તે સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. જેથી બુમરાહના સ્થાને ભારત તરફથી ટેસ્ટ ફોર્મેટ રમવાનો મોકો આકિબ નબીને મળ્યો છે. આકિબ નબીને ભારતીય ટીમમાં સ્થાન મળવા પાછળ તેનું સ્થાનિક ક્રિકેટનું શાનદાર પ્રદર્શન જવાબદાર છે. તેણે રણજી ટ્રોફીની છેલ્લી બે સિઝનમાં અત્યંત ઘાતક બોલિંગ પ્રદર્શન કરીને કુલ 104 વિકેટો ઝડપી છે. ખાસ કરીને 2025-26ની સિઝનમાં તેણે એકલા હાથે 60 વિકેટ ઝડપી જમ્મુ-કાશ્મીરને રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બનાવી ઈતિહાસ રચી દીધો. આ ઉપરાંત, તાજેતરમાં જ શ્રીલંકાના પ્રવાસે ગયેલી  ઈન્ડિયા-એ ટીમમાં પણ તે સામેલ હતો, જ્યાં તેણે બે ફર્સ્ટ ક્લાસ મેચોમાં 6 વિકેટો પોતાના નામે કરી હતી. આ શાનદાર ફોર્મના કારણે જ પસંદગીકારોએ તેના પર ભરોસો મૂક્યો છે.

App Store