Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Another blow to Pakistan after defeat against West Indies, ICC takes strict action against two fast bowlers

VIDEO: વેસ્ટ ઈન્ડિઝ સામે હાર બાદ પાકિસ્તાનને વધુ એક ઝટકો, ICCએ બે ફાસ્ટ બોલર્સ સામે કરી કડક કાર્યવાહી

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં 90 રનથી કારમી હારનો સામનો કર્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. મેદાન પર અણછાજતું વર્તન કરવા બદલ પાકિસ્તાનના બે મુખ્ય ફાસ્ટ બોલરો ખુર્રમ શહઝાદ અને મોહમ્મદ અબ્બાસ સામે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા છે. આ બંને ખેલાડીઓ વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનો આઉટ થયા બાદ મેદાન પર અતિ આક્રમક અને ઉશ્કેરણીજનક ઉજવણી કરતા જોવા મળ્યા હતા, જેને કારણે ICCએ તેમને દોષિત ઠેરવી દંડ અને ઠપકો આપ્યો છે.

App Store

ICCના નિયમોનું ઉલ્લંઘન: શાઈ હોપ અને વોરિકન સામે કર્યું અભદ્ર વર્તન

ICC દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, બંને પાકિસ્તાની ફાસ્ટ બોલર્સને ICCની આચારસંહિતાની કલમ 2.5 (લેવલ-1 ગુનો) હેઠળ દોષિત માનવામાં આવ્યા છે. આ નિયમ આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન કોઈ પણ બેટ્સમેન આઉટ થયા બાદ તેની સામે એવી ભાષા, હાવભાવ કે એક્શન કરવા પર પ્રતિબંધ લગાવે છે જે બેટ્સમેનને ઉશ્કેરી શકે અથવા તેના પ્રત્યે અપમાનજનક હોય.

વેસ્ટ ઈન્ડિઝની બીજી ઈનિંગની 17મી ઓવરમાં ખુર્રમ શહઝાદે શાઈ હોપની વિકેટ લીધા બાદ બેટ્સમેનની એકદમ નજીક જઈને અતિ આક્રમક રીતે ઉજવણી કરી હતી. ICCના મતે, શહઝાદની આ હરકત બેટ્સમેન તરફથી બિનજરૂરી પ્રતિક્રિયા ઉશ્કેરી શકી હોત. આ જ મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગના જોમેલ વોરિકનની વિકેટ ઝડપ્યા બાદ મોહમ્મદ અબ્બાસે પણ તેની નજીક જઈને ઉશ્કેરણીજનક અંદાજમાં જશ્ન મનાવ્યો હતો.

એકને દંડ તો બીજાને માત્ર ઠપકો, બંનેના ખાતામાં ડિમેરિટ પોઇન્ટ

આ વર્તન બદલ ICCના મેચ રેફરી જેફ ક્રોએ બંને ખેલાડીઓ માટે સજા નક્કી કરી છે. ફાસ્ટ બોલર ખુર્રમ શહઝાદ પર તેની મેચ ફીના 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ, ઈનિંગમાં 5 વિકેટ ઝડપનાર મોહમ્મદ અબ્બાસને આ પ્રકારની પ્રથમ ભૂલ હોવાને કારણે સત્તાવાર રીતે લેખિત ઠપકો આપીને છોડી દેવાયો છે. જોકે, દંડ ઉપરાંત આ બંને ખેલાડીઓના શિસ્ત રેકોર્ડમાં 1-1 ડિમેરિટ પોઈન્ટ ઉમેરી દેવામાં આવ્યો છે. પાછલા 24 મહિનામાં આ બંને ખેલાડીઓનો ટ્રેક રેકોર્ડ એકદમ ક્લીન હતો. મેદાન પરના અમ્પાયર્સ એલેક્સ વ્હાર્ફ, રિચાર્ડ કેટલબરો અને થર્ડ અમ્પાયર જયરામન મદનગોપાલ દ્વારા આ ચાર્જ લગાવવામાં આવ્યા હતા, જેને બંને પાકિસ્તાની ખેલાડીઓએ સ્વીકારી લીધા છે.

પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝની શાનદાર જીત

શિસ્તભંગની આ ઘટના વચ્ચે મેચની વાત કરીએ તો, વેસ્ટ ઈન્ડિઝની ટીમે પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનને 90 રને હરાવીને 2 મેચોની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. વેસ્ટ ઈન્ડિઝની બીજી ઈનિંગ 181 રનમાં સમેટાતાં પાકિસ્તાનને જીતવા માટે 211 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પરંતુ વિન્ડિઝના બોલર જેડન સીલ્સે માત્ર 20 રન આપીને 5 વિકેટ ઝડપી પાકિસ્તાની બેટિંગ લાઈન-અપના ધજાગરા ઉડાવી દીધા હતા અને આખી ટીમ માત્ર 120 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી માત્ર કેપ્ટન બાબર આઝમ 58 રન બનાવીને અણનમ રહ્યો હતો, જ્યારે છેલ્લી વિકેટ માટે મોહમ્મદ અબ્બાસે 23 રનનું યોગદાન આપીને 12 ઓવર સુધી સંઘર્ષ કર્યો હતો, પરંતુ તે ટીમને હારથી બચાવી ન શક્યો