VIDEO: અમન સેહરાવતે વર્લ્ડ ચેમ્પિયનને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો
સોર્સ : gstv
અમન સેહરાવતે એશિયન ગેમ્સમાં ઈતિહાસના પાના પર પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરી દીધું છે. અમને મેન્સ 57 કિગ્રા ફ્રીસ્ટાઇલ કુશ્તીની રોમાંચક ફાઇનલમાં વર્લ્ડ ચેમ્પિયન ઉત્તર કોરિયાના હાંગ ચોંગ સોંગને 11-7થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. 57 કિગ્રા ફ્રીસ્ટાઇલ કેટેગરીમાં એશિયન ગેમ્સમાં ભારત માટે આ સર્વપ્રથમ ગોલ્ડ મેડલ છે. ઉલ્લેખનીય છે કે, 2022માં સ્પેનમાં આયોજિત અંડર-23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય બન્યો હતો. ત્યારબાદ 2023માં કઝાકિસ્તાનમાં યોજાયેલી એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં પણ તેણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. સતત સખત મહેનત અને અસાધારણ પ્રદર્શનથી અમેને સિનિયર સર્કિટમાં ભારતનો ધ્વજ ઊંચો રાખ્યો છે.

