સ્મૃતિ મંધાનાના પિતા બાદ હવે પલાશ મુછલની પણ તબિયત બગડી! તેમને ખાનગી હોસ્પીટલ લઈ જવાયા

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન અને સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલના લગ્ન સ્થગિત કરવામાં આવ્યા છે. સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાને હૃદયરોગના હુમલા જેવા લક્ષણો દેખાયા બાદ લગ્ન સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સ્મૃતિના પિતાને હૃદયરોગના હુમલાના લક્ષણો દેખાયા હતા
સ્મૃતિના મેનેજરે જણાવ્યું હતું કે, તેના પિતાને હૃદયરોગના હુમલાના લક્ષણો દેખાયા કે તરત જ લગ્ન સ્થળ પર એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી અને સ્મૃતિના પિતાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
આ તબીબી ઈમરજન્સીને કારણે, લગ્નની વિધિઓ અટકાવવી પડી હતી, અને સ્મૃતિએ તેના પિતાની ગેરહાજરીમાં લગ્નની વિધિઓ ચાલુ રાખવાનો ઇનકાર કર્યો હતો. હવે એવું બહાર આવ્યું છે કે, સ્મૃતિના મંગેતર, પલાશ મુછલ પણ બીમાર પડી ગયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
પલાશ મુછાલની તબિયત પણ બગડી
સૂત્રોના જણાવ્યા મુજબ, પલાશ મુછલને વાયરલ ચેપ અને એસિડિટી વધવાને કારણે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ ગંભીર નહોતી. સારવાર બાદ, પલાશ હવે હોસ્પિટલ છોડીને હોટલમાં ગયો છે.
સ્મૃતિના પિતાના સ્વાસ્થ્ય અંગે અપડેટ
સ્મૃતિ મંધાનાના પરિવારના સભ્ય ડૉ. નમન શાહે જણાવ્યું હતું કે, સ્મૃતિના પિતાના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે. જો શ્રીનિવાસ મંધાનાના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે, તો તેમને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે.

