VIDEO: અભિષેક શર્માએ 30 બોલમાં સદી ફટકારી, રોહિત શર્માનો રેકોર્ડ તૂટ્યો
સોર્સ : gstv
અફઘાનિસ્તાન સામેની ત્રીજી ટી-20માં ટીમ ઈન્ડિયાના ઓપનર અભિષેક શર્માએ વિસ્ફોટક બેટિંગ કરી ટી-20 ફોર્મેટમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. અભિષેક શર્માએ માત્ર 30 બોલમાં સદી ફટકારી રોહિત શર્માએ બનાવેલો 2017નો રેકોર્ડ તોડ્યો. ટી-20 ફોર્મેટમાં ભારત તરફથી સૌથી ફાસ્ટેસ્ટ સદી 35 બોલમાં રોહિત શર્માએ બનાવ્યો હતો.અભિષેકે માત્ર 16 બોલમાં અર્ધસદી પૂરી કરી..જે બાદ 30 બોલમાં સદી પૂરી કરી. 34 બોલની સ્ફોટક ઈનિંગમાં અભિષેકે 11 સિક્સર અને 9 બાઉન્ડ્રી ફટકારી હતી. એટલે કે 108 રનની ઈનિંગમાં 102 રન બાઉન્ડ્રીથી ફટકાર્યાં હતા.

