Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : A big betrayal in love with a star tennis player! 400 crore wealth in a moment Swaha!

સ્ટાર ટેનિસ પ્લેયર સાથે પ્રેમમાં મોટો દગો! 400 કરોડની સંપત્તિ ક્ષણભરમાં સ્વાહા!

Timeછેલ્લું અપડેટ : 26 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સ્ટાર ટેનિસ પ્લેયર સાથે પ્રેમમાં મોટો દગો! 400 કરોડની સંપત્તિ ક્ષણભરમાં સ્વાહા!
સોર્સ : gstv

ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન અને ચાર ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂકેલી સ્પેનની મહિલા ટેનિસ લેજન્ડ અરાંત્સા સાન્ચેઝ વિકારિયો હાલમાં પાઈ-પાઈ માટે મોહતાજ છે અને નાદાર જાહેર થઈ ચૂકી છે. અરાંત્સાએ તેના અંગત જીવન અંગે ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું કે, મને મારા પતિ (હાલમાં પૂર્વ પતિ) જોસેફ સાન્તાકાના પર આંધળો ભરોસો કરવો ભારે પડયો છે. મારા બધા નાણાંનો વહિવટ મેં તેને સોંપી દીધો હતો અને જોતજોતામાં મારા આશરે ૪૦૦ કરોડ રુપિયા (૩.૧ કરોડ પાઉન્ડ) ખાલી થઈ ગયા હતા. નોંધપાત્ર છે કે, અરાંત્સા અને જોસેફના લગ્ન ૨૦૦૮માં થયા હતા અને તેઓએ ૨૦૧૯માં ડિવોર્સ લીધા હતા. તેમને બે સંતાનો છે.

App Store

પતિએ મારી સાથે દગો કર્યો

અરાંત્સા સાન્ચેઝે એક સ્પેનિશ ટીવી શોમાં કહ્યું કે, હું તેને આંધળો પ્રેમ કરતી હતી. હું માનતી હતી કે, તે હંમેશા મારો સાથ આપશે, પણ તેણે મારી સાથે દગો કર્યો. હું માત્ર ટેનિસ રમતી રહી અને મારી કમાણીના વહિવટની જવાબદારી તેમને સોંપી દીધી હતી. મને નાણાંના મેનેજમેન્ટ અંગે વધુ ખબર પડતી નહતી અને આ મામલે મેં મારા (તત્કાલિન) પતિ પર ભરોસો મૂક્યો. આખરે મને ખબર પડી કે, મારી ૩.૧ કરોડ પાઉન્ડ (આશરે ૪૦૦ કરોડ રૂપિયા)ની સંપત્તિ ગાયબ થઈ ગઈ છે.

જેલની સજાથી બચવા અડધી કમાણી બેન્કને ચૂકવું છું

અરાંત્સા અને તેના પતિ પર ૨૦૨૩માં નાણાંકિય ગેરરીતિનો કેસ ચાલ્યો હતો. તેમના પર આરોપ હતો કે લક્ઝમ્બર્ગની બેન્કને દેવું ન ચુકવવું પડે એ માટે તેમણે તેમની કેટલીક સંપત્તિ છુપાવી હતી. આ અંગે કોર્ટે બે વર્ષની સસ્પેન્ડેડ જેલની સજા ફટકારી હતી અને ૫૫ લાખ પાઉન્ડ (આશરે ૭૧ કરોડ રુપિયા) ચૂકવવાનો આદેશ આપ્યો છે. અરાંત્સાએ કહ્યું કે, જેલની સજાથી બચવા માટે આજે પણ હું મારી કમાણીની અડધોઅડધ રકમ બેન્કને ચૂકવી રહી છું. મારે આ આઘાતમાંથી બહાર આવવા માટે થેરાપી પણ લેવી પડી હતી.

૧૭વર્ષની વયે ફ્રેન્ચ ઓપન જીતી

અરાંત્સાએ માત્ર ૧૭ વર્ષની વયે ૧૯૮૯માં ફ્રેન્ચ ઓપન જીતીને ઈતિહાસ રચી દીધો હતો. આ પછી તેણે ૧૯૯૪ અને ૧૯૯૮માં પણ ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું હતુ. તે ૧૯૯૪માં યુએસ ઓપન વિજેતા પણ બની હતી. આ ઉપરાંત તે બે-બે વખત ઓસ્ટ્રેલિયન ઓપન અને વિમ્બલડનની ફાઈનલમાં પણ પ્રવેશી હતી.

 

ટોપિક્સ:GSTV NewsGujarati News