Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : 6 players of Team India injured, tension before the series against Sri Lanka

VIDEO: ટીમ ઈન્ડિયાના 6 ખેલાડીઓ ઈજાગ્રસ્ત, શ્રીલંકા સામેની સીરિઝ પહેલા ટેન્શન

Timeછેલ્લું અપડેટ : 23 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આયર્લેન્ડ-ઈંગ્લેન્ડ પ્રવાસમાં ટીમના ખરાબ પ્રદર્શન બાદ ટીમ ઈન્ડિયા માટે ખેલાડીઓની ફિટનેસ માથાનો દુખાવો બની છે. BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની લાઈન લાગી ગઈ છે. હાર્દિક પંડ્યા, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા સહિત 6 મોટા ખેલાડીઓ હાલ ઈજાથી પરેશાન છે. રિપોર્ટ્સનું માનીએ તો, સપ્તાહના અંત સુધીમાં COEમાં 12 ખેલાડીઓ પહોંચી શકે છે. મતલબ કે 12 ખેલાડીઓ એવા છે, જેમની ફિટનેસ ખરાબ છે. આ ખેલાડીઓમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સહિત ડોમેસ્ટિક ક્રિકેટરો પણ સામેલ છે. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણા પણ સેન્ટર ઓફ એક્સેલન્સમાં હાજર છે. આકાશ દીપ પહેલાથી જ ત્યાં હાજર છે, જ્યારે વોશિંગ્ટન સુંદર અને બીજા કેટલાક ખેલાડીઓ પણ બેંગલુરુ પહોંચવાના છે. રિપોર્ટ્સ મુજબ શ્રીલંકા ટેસ્ટ સિરીઝમાં રમવા જઈ રહેલા કેટલાક ખેલાડીઓને પણ ફિટનેસની તપાસ માટે બોલાવવામાં આવ્યા છે. જેમાં મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાનું નામ સામેલ છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News