18 જૂન 2026, ગુરૂવારનું રાશિફળ, આ રાશિના જાતકોના જીવનમાં રહેશે આનંદ જ આનંદ

મેષ : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહીં. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.
વૃષભ : આપના કામમાં ઉપરી વર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. બઢતી બદલીના કામ થઇ શકે.
મિથુન : આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારીક કામ અંગે કામકાજ રહે. દોડધામ શ્રમ ખર્ચ જણાય પરંતુ આનંદ રહે.
કર્ક : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આપને આનંદ રહે. રાજકીય સરકારી કામકાજ અંગે મુલાકાત થાય.
સિંહ : કોર્ટ કચેરીના કામમાં આપને કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલી આવ્યા કરે. બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં સંભાળવું.
કન્યા : સીઝનલ ધંધામાં આપને લાભ ફાયદો મળી રહે. આકસ્મિક ઘરાકી આવી જાય. સંતાનના પ્રશ્ને ચિંતા પરેશાની ઓછી થાય.
તુલા : આપના કાર્યની સાથે ઘર પરિવાર સગા સંબંધીવર્ગ મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ શ્રમ જણાય. આનંદ રહે.
વૃશ્ચિક : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સહકાર મળી રહે.
ધન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા જણાય.
મકર : આપના કાર્યની સાથે સામાજિક વ્યવહારિક કામકાજમાં, જાહેર સંસ્થાકીય કામમાં, જાહેરક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવું પડે.
કુંભ : આપના કામમાં હરિફવર્ગ ઇર્ષ્યા કરનાર વર્ગનો સામનો કરવો પડે. વાદ-વિવાદ ગેરસમજ મનદુ:ખથી સંભાળવું પડે.
મીન : આપની બુધ્ધિ મહેનત અનુભવ આવડતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી આપને કામમાં સરળતા રહે.

