Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Which zodiac signs will get a golden opportunity and who needs to be careful?

2 જુલાઇ 2026, ગુરૂવારનું રાશિફળ, કયા રાશિના જાતકોને મળશે સુવર્ણ તક અને કોણે રહેવું પડશે સાવધાન?

Timeછેલ્લું અપડેટ : 02 Jul 2026
લાઇવ ટીવીGoogle News
2 જુલાઇ 2026, ગુરૂવારનું રાશિફળ, કયા રાશિના જાતકોને મળશે સુવર્ણ તક અને કોણે રહેવું પડશે સાવધાન?
સોર્સ : gstv

મેષ રાશિ:

App Store

પિતાનો સાથ મળશે, ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદ પ્રાપ્ત થશે અને કોર્ટ-કચેરીના મામલાઓમાં વિજય મળશે. સ્વાસ્થ્ય સારું ચાલી રહ્યું છે. પ્રેમ અને સંતાનની સ્થિતિ તમને પરાક્રમી બનાવી રહી છે અને વેપાર પણ સારો છે. ચોતરફથી શુભ સંકેતો દેખાઈ રહ્યા છે. સૂર્યદેવને જળ અર્પણ કરવું અત્યંત શુભ ફળદાયી રહેશે.

વૃષભ રાશિ:

ભાગ્યનો સાથ મળશે, ભાગ્યના જોરે તમારા અટકેલા કામ બની શકે છે. યાત્રા-પ્રવાસના યોગ બનશે. પ્રેમ અને સંતાનની સ્થિતિ ખૂબ જ સારી છે. વ્યાપારિક દૃષ્ટિકોણથી પણ તમે ખૂબ સારા ચાલી રહ્યા છો. તમારો પ્રેમ હવે લગ્ન તરફ આગળ વધી રહ્યો છે, પ્રેમમાં પરિપક્વતા આવી રહી છે. રોકાણ કરવા માટે પણ આ યોગ્ય સમય કહી શકાય. તાંબાની વસ્તુનું દાન કરવું શુભ રહેશે.

મિથુન રાશિ:

ઈજા કે અકસ્માત થવાની સંભાવના છે, કોઈ મુશ્કેલીમાં મુકાઈ શકો છો. થોડું સંભાળીને સમય પસાર કરો, વાહન ધીમે ચલાવજો. જોકે, તમારો બચાવ પક્ષ મજબૂત છે, છતાં સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું પડશે. પ્રેમ અને સંતાનની સ્થિતિ સારી છે, વેપાર સારો છે, ધનલાભનો સમય છે અને રોકાણ માટે આ ખૂબ જ ઉત્તમ સમય છે. સૂર્યદેવને જળ ચઢાવવું શુભ રહેશે.

કર્ક રાશિ:

જીવનસાથીનો સાથ-સહકાર મળશે, પ્રેમી-પ્રેમિકાની મુલાકાત થશે અને વ્યાપારિક સફળતા મળશે. સ્વાસ્થ્ય, પ્રેમ, સંતાન અને વેપાર બધું જ અદ્ભુત અને ઘણું સારું છે. રોકાણ માટે પણ આ અનુકૂળ સમય રહેશે. બજરંગબલી (હનુમાનજી)ને પ્રણામ કરવા અને તેમને લાલ વસ્તુ અર્પણ કરવી શુભ રહેશે.

સિંહ રાશિ:

નાની-મોટી પરેશાનીઓ માથું ઊંચકી શકે છે. સ્વાસ્થ્ય પ્રભાવિત થતું દેખાઈ રહ્યું છે. પ્રેમ અને સંતાનની સ્થિતિ પણ થોડી મધ્યમ છે. વેપારની સ્થિતિ તમારી સારી છે. જીવનસાથીના સાથ અને સ્વાસ્થ્ય પર સતત ધ્યાન રાખતા રહેજો. લોખંડની બનેલી વસ્તુનું દાન કરવું સારું રહેશે, રોકાણ માટે પણ આ યોગ્ય સમય કહેવાશે.

કન્યા રાશિ:

માનસિક સ્થિતિ થોડી ગરબડ રહી શકે છે, ભાવુક થઈને નિર્ણયો લેશો. પ્રેમમાં વાદ-વિવાદ કે તુ-તુ મૈં-મૈં થવાના સંકેત છે. વિદ્યાર્થીઓ માટે આ સારો સમય છે. બાકી સ્વાસ્થ્ય સારું છે, પ્રેમ-સંતાન મધ્યમ છે, વેપાર સારો છે અને રોકાણ કરવું યોગ્ય રહેશે. કાલી માતાને સફેદ વસ્તુ અર્પણ કરવી શુભ રહેશે.

તુલા રાશિ:

ઘરમાં કલેશ કે વિવાદના સંકેતો છે, પરંતુ જમીન, મકાન કે વાહનમાં પૈસા રોકવા માટે આ સમય સારો રહેશે. પ્રેમ અને સંતાનની સ્થિતિ મધ્યમ છે. વેપાર તમારો સારો ચાલી રહ્યો છે. શનિદેવને પ્રણામ કરવા અને તેમને વાદળી રંગની વસ્તુ અર્પણ કરવી શુભ રહેશે.

વૃશ્ચિક રાશિ:

વ્યાપારિક સફળતા મળશે. તમારો પરાક્રમ રંગ લાવશે. તમે જે પણ વિચાર્યું છે તેને કાર્યરૂપ આપો, વ્યાપાર માટે સારું રહેશે. પ્રેમ અને સંતાનની સ્થિતિ ખૂબ જ સારી છે, વેપાર પણ ઘણો સારો છે, રોકાણ કરવું તમારા માટે યોગ્ય રહેશે.

ધન રાશિ:

સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની ખાસ જરૂર છે. પ્રેમ અને સંતાનની સ્થિતિ પણ થોડી મધ્યમ દેખાઈ રહી છે. વેપાર સારો છે. રૂપિયા-પૈસાની આવક વધશે, પરંતુ રોકાણ કરવા માટે આ યોગ્ય સમય નથી. વાદળી રંગના કપડાં દાન કરવા શુભ રહેશે.

મકર રાશિ:

તમે શુભતાના પ્રતીક બનેલા રહેશો. આકર્ષણનું કેન્દ્ર બનશો. સ્વાસ્થ્યમાં સુધારો થશે. પ્રેમ અને સંતાનની સ્થિતિ ખૂબ જ સરસ છે. વેપાર પણ ઘણો સારો છે. જો તમે કોઈ નવું ડેટિંગ શરૂ કરવા માંગો છો, તો કરી શકો છો. નવા પ્રેમ સંબંધમાં જોડાવા માટે યોગ્ય સમય છે. જૂના પ્રેમમાં પરિપક્વતા આવતી દેખાઈ રહી છે અને રોકાણ કરવું પણ યોગ્ય રહેશે. ગણેશજીને લીલી વસ્તુ અર્પણ કરવી શુભ રહેશે.

કુંભ રાશિ:

ચિંતાજનક પરિસ્થિતિઓનું નિર્માણ થઈ શકે છે. મન પરેશાન રહેશે. ખર્ચમાં વધારો થશે. આ સમયે રોકાણ ન કરવું, ધનહાનિના સંકેતો છે. બાકી પ્રેમ અને સંતાનની સ્થિતિ પણ થોડી મધ્યમ છે, પરંતુ વેપાર તમારો સારો ચાલી રહ્યો છે. શનિદેવને પ્રણામ કરવા શુભ રહેશે.

મીન રાશિ:

ધનલાભનો સમય છે, રોકાણ માટે યોગ્ય સમય છે અને યાત્રા માટે પણ અનુકૂળ સમય છે. આર્થિક લેવડદેવડ ખૂબ જ સારી રહેશે. અટકેલા નાણાં પરત મળી શકે છે. સ્વાસ્થ્ય, પ્રેમ અને વેપાર ખૂબ જ સરસ છે. જોકે, સ્વાસ્થ્ય પર થોડું ધ્યાન રાખજો. પીળી વસ્તુ તમારી પાસે રાખવી અને વાદળી કે કાળા કપડાંનું દાન કરવું તમારા માટે યોગ્ય રહેશે.

નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.