Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : What to do if the brother does not remember the mantra while tying the rakhi?

VIDEO: Raksha Bandhan 2026: ભાઈને રાખડી બાંધતી વખતે મંત્ર યાદ ન રહે તો શું કરવું?

Timeછેલ્લું અપડેટ : 28 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમ, સ્નેહ અને એકબીજાના રક્ષણના સંકલ્પનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેના સુખી, સ્વસ્થ અને સુરક્ષિત જીવનની કામના કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, રાખડી બાંધતી વખતે મંત્ર બોલવાની પણ પરંપરા છે, પરંતુ જો તમને સંસ્કૃત મંત્ર યાદ ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી.

App Store

28 ઓગસ્ટ 2026ના રોજ ઉજવાશે રક્ષાબંધન

વર્ષ 2026માં રક્ષાબંધનનો તહેવાર 28 ઓગસ્ટ, શુક્રવારે ઉજવવામાં આવશે. આ દિવસે બહેનો ભાઈના કાંડા પર રક્ષા સૂત્ર બાંધીને તેમના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરશે. આવી સ્થિતિમાં, જો તમને રાખડી બાંધતી વખતે બોલવામાં આવતો પરંપરાગત મંત્ર યાદ ન હોય, તો તમે સરળ ગુજરાતીમાં પણ ભાઈના રક્ષણ અને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી શકો છો.

રાખડી બાંધતી વખતે કયો મંત્ર બોલવો જોઈએ?

રક્ષાબંધન પર રાખડી બાંધતી વખતે 'યેન બદ્ધો બલિ રાજા' મંત્રનો જાપ કરવાની પરંપરા છે, જે નીચે મુજબ છે.

યેન બદ્ધો બલિ રાજા, દાનવેન્દ્રો મહાબલઃ તેન ત્વામનુબધ્નામિ, રક્ષે મા ચલ મા ચલ

આ મંત્રનો અર્થ છે- જે રીતે મહાબલી અને દાનવેન્દ્ર રાજા બલિને રક્ષા સૂત્રથી બાંધવામાં આવ્યા હતા, તે જ રીતે હું તમને આ રક્ષા સૂત્રથી બાંધું છું. હે રક્ષા સૂત્ર! તું મારા ભાઈનું રક્ષણ કરજે અને ક્યારેય પોતાના કર્તવ્યથી વિચલિત ન થજે.

સરળ ભાષામાં ભાવપૂર્વક કરો પ્રાર્થના

રક્ષાબંધનનો મૂળ ભાવ ભાઈ-બહેનના પ્રેમ અને રક્ષણની કામના સાથે જોડાયેલો છે, તેથી મંત્ર યાદ ન હોય તો પોતાની ભાષામાં શ્રદ્ધા અને ભાવથી પ્રાર્થના પણ કરી શકાય છે. જો તમને સંસ્કૃતનો આ મંત્ર યાદ ન હોય તો કોઈપણ સંકોચ વગર ભાઈના લાંબા આયુષ્ય, સારા સ્વાસ્થ્ય અને સુરક્ષાની કામના કરતા સરળ ભાષામાં પ્રાર્થના કરી શકો છો. તમે ભાઈને કહેતા અથવા મનમાં આ ભાવ રાખી શકો છો:

'હે ઈશ્વર, મારા ભાઈનું રક્ષણ કરો, તેને હંમેશા સ્વસ્થ અને ખુશ રાખો.'

રાખડી બાંધતી વખતે શું ધ્યાનમાં રાખવું?

3 ગાંઠ: ભાઈના કાંડા પર રાખડી અથવા રક્ષા સૂત્ર બાંધતી વખતે તેમાં 3 ગાંઠ મારવાની પરંપરા બતાવવામાં આવી છે.
દિશા: રાખડી બંધાવતી વખતે ભાઈનું મુખ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ હોવું શુભ માનવામાં આવે છે.
માથું: રાખડી બાંધતી વખતે ભાઈના માથા પર રૂમાલ કે કોઈ વસ્ત્ર હોવું જોઈએ.
તિલક: સૌથી પહેલા ભાઈના કપાળે કુમકુમ, અક્ષત એટલે કે ચોખાનું તિલક કર્યા પછી જ રાખડી બાંધવી જોઈએ.
જમણા હાથે રાખડી: ભાઈના જમણા કાંડા પર જ રાખડી બાંધવાની પરંપરા છે.

નોંધ: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોકવાયકાઓ પર આધારિત છે, જેનો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે. 'GSTV' આ વાતોની સત્યતા કે તર્કસંગતતાની પુષ્ટિ કરતું નથી. વાચકોએ કોઈપણ નિર્ણય લેતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાત અથવા શાસ્ત્રજ્ઞની સલાહ લેવી હિતાવહ છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News