28 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબરનું સાપ્તાહિક રાશિફળ: 12 રાશિઓ માટે કેવું રહેશે આ સપ્તાહ?

જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર, 28 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર, 2026 દરમિયાન ગ્રહોની સ્થિતિની અસર 12 રાશિઓના કરિયર, વ્યવસાય, નાણાં અને અંગત સંબંધો પર જોવા મળી શકે છે. કેટલીક રાશિઓ માટે નવી તકો ઊભી થઈ શકે છે, જ્યારે કેટલીક રાશિઓએ વાણી, વ્યવહાર અને નાણાકીય આયોજનમાં ધીરજ રાખવી જરૂરી રહેશે. મેષ રાશિના જાતકોએ વાતચીતમાં ચોકસાઈ રાખવી, જ્યારે કન્યા રાશિના જાતકો માટે મુસાફરીના યોગ બની શકે છે. આવો જાણીએ, આ સપ્તાહ દરેક રાશિ માટે કેવું રહેશે.
મેષ
અંગત કે વ્યવસાયિક વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી, જેથી કોઈ ગેરસમજ ઊભી ન થાય. વ્યવહારુ અભિગમ રાખવાથી સારો પ્રતિસાદ મળી શકે છે. ધીરજ રાખવી અને ગણતરીપૂર્વક વ્યવહાર કરવો હિતાવહ રહેશે.
વૃષભ
કોઈ મુલાકાત દરમિયાન વ્યસ્તતા વધવાથી સમયનો વ્યય થઈ શકે છે. મુસાફરીની સંભાવના પણ બની શકે છે. બિનજરૂરી ખર્ચથી બચવું. કોઈને વણમાંગી સલાહ આપવી નહીં કે બિનજરૂરી દલીલમાં પડવું નહીં.
મિથુન
નવી બાબતો જાણવાની ઉત્સુકતા વધશે, પરંતુ ઉતાવળ કરવાની વૃત્તિ પણ જોવા મળી શકે છે. કોઈની સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું. શાંતિથી સમય પસાર કરવો અને નકારાત્મક વિચારોને હાવી ન થવા દેવા.
કર્ક
કામકાજનું ભારણ હોવા છતાં સહયોગની ભાવના વધુ રહેશે. પરિચિતો સાથે સમય પસાર કરવાની તક મળી શકે છે. સામાજિક કાર્યમાં યથાશક્તિ સેવા આપવાની તક મળશે. પસંદગીની ખરીદી થઈ શકે છે, પરંતુ નાણાંનું યોગ્ય આયોજન રાખવું.
સિંહ
વાતચીત અથવા કામકાજ દરમિયાન ઉશ્કેરાટથી બચવું, જેથી તકરારની સ્થિતિ ન સર્જાય. અંગત કાર્યોમાં સમયનો વ્યય થઈ શકે છે. દિવસના અંતે થાકની અસર અનુભવાય. કોઈને વણમાંગી સલાહ ન આપવી હિતાવહ રહેશે.
કન્યા
કામકાજમાં તમારી વાણીનો પ્રભાવ સારો રહેશે. અગત્યની મુલાકાત સફળ થવાની સંભાવના છે. મુસાફરીનું આયોજન પણ થઈ શકે છે. ઉત્સાહ સારો રહેશે અને નવો અનુભવ સુખદ બની શકે છે.
તુલા
કામકાજ અને વિચારોમાં સારા પરિવર્તનના યોગ બની શકે છે. આત્મવિશ્વાસ સારો રહેશે, જેની અસર કામ અને વ્યવહાર પર જોવા મળશે. વ્યવહારુ અભિગમ રાખવાથી કાર્યક્ષમતા અને પ્રતિભા વધુ સારી રીતે પ્રદર્શિત કરી શકશો.
વૃશ્ચિક
કોઈની સાથે વાતચીત કરતી વખતે સાવચેતી રાખવી, જેથી ગેરસમજ ન થાય. નવા આયોજનની શરૂઆત થઈ શકે છે. થાકની અસર વધુ રહેવાની શક્યતા છે. આરામ કરવાની અથવા કામ ટાળવાની વૃત્તિથી બચવું.
ધન
કાર્યમાં ઉત્સાહ સારો રહેશે અને અન્ય લોકોનો સહયોગ પણ મળી શકે છે. ફુરસદના સમયમાં આરામ કરવાની ઈચ્છા વધશે. ઇતર પ્રવૃત્તિઓમાં સમય પસાર થશે અને તેનાથી ખુશીનો અનુભવ થઈ શકે છે.
મકર
કોઈ મુલાકાત દરમિયાન વાર્તાલાપમાં સમય વધુ પસાર થઈ શકે છે, પરંતુ અગત્યની વાતચીત માટે તક મળી શકે છે. નવી બાબતો જાણવાની ઉત્સુકતા વધશે. યોગ્ય આયોજન સાથે કાર્ય કરશો તો સફળતા મળી શકે છે. ધીરજ રાખવી જરૂરી રહેશે.
કુંભ
કોઈ કાર્યમાં વધુ વ્યસ્તતા રહેવાની શક્યતા છે. હિતશત્રુઓ કાબૂમાં રહે તેવું બની શકે છે. વાહન ધીમેથી ચલાવવું હિતાવહ રહેશે. ખટપટથી દૂર રહેવું અને બિનજરૂરી ખર્ચ ટાળવો. સમય તથા નાણાંનું યોગ્ય આયોજન કરવું.
મીન
તમારા સ્વભાવ અને વિચારોને કારણે લોકો સાથે સારો સુમેળ જળવાઈ શકે છે. નવી બાબતો જાણવા મળશે. સામાજિક કાર્યમાં સારું યોગદાન આપવાની તક મળી શકે છે. નવા પરિચયો થશે અને તેનાથી સંતોષનો અનુભવ થઈ શકે છે.

