Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : VIDEO: The last lunar eclipse of the year on August 28, the day of Raksha Bandhan

VIDEO: 28 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે જ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, જાણો સૂતક કાળની વિગતો

Timeછેલ્લું અપડેટ : 31 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

Lunar Eclipse 2026 : ચંદ્રગ્રહણને લઈને લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળે છે. આ વર્ષે ચંદ્રગ્રહણ ઓગસ્ટ મહિનામાં લાગવા જઈ રહ્યું છે. આ વર્ષનું બીજું અને અંતિમ ચંદ્રગ્રહણ પૂનમના દિવસે લાગવા જઈ રહ્યું છે. પૂનમના દિવસે લાગતું ચંદ્રગ્રહણ ધાર્મિક દ્રષ્ટિએ વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર, ૨૦૨૬નું છેલ્લું ચંદ્રગ્રહણ રક્ષાબંધનના દિવસે લાગવાનું છે. આવી સ્થિતિમાં ધ્યાન આપવા જેવી બાબત એ રહેશે કે આ ચંદ્રગ્રહણની અસર તહેવાર પર પડશે કે નહીં. ચાલો જાણીએ કે આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ક્યારે, ક્યાં અને કેવું થવાનું છે-

App Store

શું રક્ષાબંધન પર ચંદ્રગ્રહણ ૨૦૨૬ લાગશે?

હિન્દુ પંચાંગ અનુસાર, શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂનમના દિવસે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ લાગશે. આ દિવસે રક્ષાબંધનનો તહેવાર પણ ઉજવવામાં આવશે. ૨૮ ઓગસ્ટના રોજ ચંદ્રગ્રહણ લાગશે.

વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ કેવું હશે?

વર્ષ ૨૦૨૬નું છેલ્લું ચંદ્રગ્રહણ પૂર્ણ ચંદ્રગ્રહણ કહેવાશે. આ દરમિયાન ચંદ્ર લાલાશ પડતો દેખાય છે, જેને સામાન્ય ભાષામાં 'બ્લડ મૂન' (Blood Moon) કહેવામાં આવે છે. થોડા સમય માટે પૃથ્વીનો પડછાયો ચંદ્રને સંપૂર્ણપણે ઢાંકી દેશે. આ દરમિયાન લાલ રંગમાં ચંદ્રને જોઈ શકાશે.

ઓગસ્ટનું ચંદ્રગ્રહણ ૨૦૨૬ ક્યાં દેખાશે?

આ વર્ષના અંતિમ ચંદ્રગ્રહણને મુખ્યત્વે યુરોપ, અમેરિકાના કેટલાક ભાગોમાં, પ્રશાંત મહાસાગર (પેસિફિક ઓશન), એટલાન્ટિક મહાસાગર અને આફ્રિકામાં જોઈ શકાશે. 

ચંદ્રગ્રહણ ક્યારે લાગે છે?

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવામાં આવે તો, ચંદ્રગ્રહણ એ સમયે લાગે છે જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય છે અને પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે. ચંદ્રગ્રહણની ખગોળીય ઘટના ધાર્મિક આસ્થાની સાથે-સાથે વૈજ્ઞાનિક જિજ્ઞાસા પણ વધારે છે.

ગ્રહણ પછી શું કરવું જોઈએ?

હિન્દુ ધર્મમાં ગ્રહણ પહેલા અને પછી કેટલાક વિશેષ કાર્યો કરવામાં આવે છે. આ સાથે કેટલીક સાવચેતીઓ પણ રાખવામાં આવે છે. ગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન-દાન અને પૂજા-પાઠ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે.

જાણો તહેવાર અને ભારત પર ગ્રહણની કેવી અસર રહેશે?

વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આવી સ્થિતિમાં, ન તો સૂતક કાળ માન્ય રહેશે અને ન તો તહેવાર પર કોઈ અસર પડશે. તેથી કોઈ પણ ટેન્શન વગર રક્ષાબંધનનો તહેવાર ઉજવી શકો છો.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.