Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Vastu Tips: What to keep and what to avoid on office desk?

Vastu Tips: ઓફિસ ડેસ્ક પર કઈ વસ્તુઓ રાખવી અને કઈ ટાળવી?

Timeછેલ્લું અપડેટ : 29 Jul 2026
લાઇવ ટીવીGoogle News
Vastu Tips: ઓફિસ ડેસ્ક પર કઈ વસ્તુઓ રાખવી અને કઈ ટાળવી?
સોર્સ : gstv

ઓફિસમાં તમારું ડેસ્ક ફક્ત કામ કરવાની જગ્યા નથી; તે તમારી ઉર્જા, એકાગ્રતા અને કાર્યશૈલીને પણ સીધી રીતે પ્રભાવિત કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઓફિસ ટેબલ પર યોગ્ય વસ્તુઓ રાખવાથી અને બિનજરૂરી વસ્તુઓ દૂર કરવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે.

App Store

યોગ્ય વાસ્તુ વ્યવસ્થાથી નિર્ણયો લેવામાં સુધારો થાય છે, તણાવ ઘટે છે અને કારકિર્દીમાં પ્રગતિની નવી તકો સર્જાય છે. આનાથી વિપરીત, જો ટેબલ પર અવ્યવસ્થા હોય કે નકારાત્મક વસ્તુઓ હોય, તો કામમાં વિક્ષેપ અને માનસિક અશાંતિ વધે છે. ચાલો જાણીએ કે તમારા ઓફિસ ટેબલ પર કઈ વસ્તુઓ રાખવી જોઈએ અને કઈ વસ્તુઓ રાખવાનું ટાળવું જોઈએ...

ઓફિસ ટેબલ પર શું રાખવું?

નાના લીલા છોડ

ઓફિસ ટેબલ પર મની પ્લાન્ટ કે બેમ્બુ પ્લાન્ટ (વાંસ) જેવા નાના છોડ મૂકવા ખૂબ જ શુભ ગણાય છે. તે સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે અને કાર્યસ્થળમાં તાજગી લાવે છે.

ક્રિસ્ટલ બોલ

વાસ્તુશાસ્ત્રમાં ક્રિસ્ટલ બોલને સકારાત્મક ઉર્જા વધારવાનું ઉત્તમ માધ્યમ માનવામાં આવે છે. તેને ટેબલની ઉત્તર-પૂર્વ (ઈશાન) કે પૂર્વ દિશામાં રાખવાથી માનસિક શાંતિ અને એકાગ્રતા જળવાઈ રહે છે.

 સ્વચ્છ અને વ્યવસ્થિત ટેબલ

વાસ્તુ મુજબ સ્વચ્છ અને સુઘડ ડેસ્ક નવી ઉર્જાને આકર્ષે છે. ફાઇલો, લેપટોપ અને મહત્વપૂર્ણ દસ્તાવેજોને યોગ્ય રીતે ગોઠવીને રાખવાથી કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે.

પ્રેરણાદાયી ચિત્ર

ઓફિસ ટેબલ પર કોઈ પ્રેરણાદાયી ક્વોટ (સંદેશ) કે તમારા લક્ષ્યને દર્શાવતું ચિત્ર મૂકવાથી મનોબળ ઊંચું રહે છે અને સકારાત્મક વિચારસરણી પ્રોત્સાહિત થાય છે.

પીવાના પાણીની સ્વચ્છ બોટલ કે ગ્લાસ:

ટેબલ પર સ્વચ્છ પાણી રાખવું વાસ્તુ મુજબ શુભ છે. ખાતરી કરો કે પાણી વાસી ન હોય અને ગ્લાસ કે બોટલ દરરોજ સાફ થતાં રહે.

ઓફિસ ટેબલ પર શું ન રાખવું?

તૂટેલી કે ક્ષતિગ્રસ્ત વસ્તુઓ

તૂટેલી પેન, બંધ પડેલી ઘડિયાળ, બંધ થઈ ગયેલો મગ, કે ક્ષતિગ્રસ્ત ફોટો ફ્રેમ નકારાત્મક ઉર્જા ફેલાવે છે. આવી વસ્તુઓને ટેબલ પરથી તુરંત હટાવી દેવી જોઈએ.

બિનજરૂરી કાગળોના ઢગલા

જૂની કે નકામી ફાઇલો, કાગળો અને રસીદોનો જમાવડો કામમાં અવરોધ ઊભો કરે છે અને માનસિક તણાવ વધારે છે.

સુકાઈ ગયેલા છોડ

જો ટેબલ પર રાખેલો છોડ સુકાઈ જાય કે મુરઝાઈ જાય, તો તેને તુરંત બદલી નાખો. સુકા છોડ સકારાત્મક ઉર્જાના અભાવ અને નિરાશાના સૂચક છે.

ટેબલની બિલકુલ નજીક કચરાપેટી 

વાસ્તુ અનુસાર, કચરાપેટીને ટેબલની સાવ નજીક કે પગ પાસે ન રાખવી જોઈએ. તે કાર્યસ્થળની સકારાત્મક ઉર્જાને નુકસાન પહોંચાડે છે.

નકારાત્મક ચિત્રો

હિંસા, ઉદાસી કે નિરાશા દર્શાવતા ચિત્રો કે શો-પીસ ઓફિસ ડેસ્ક પર ક્યારેય ન રાખવા. તેના સ્થાને કુદરતી દ્રશ્યો કે પ્રેરણાદાયી ચિત્રો વધુ ઉત્તમ રહે છે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.