Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Vastu Tips / Putting bags on the ground can stop your progress! Know 5 main reasons

Vastu Tips / જમીન પર બેગ મૂકવાથી અટકી શકે છે તમારી પ્રગતિ! જાણો 5 મુખ્ય કારણો

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2026
લાઇવ ટીવીGoogle News
Vastu Tips / જમીન પર બેગ મૂકવાથી અટકી શકે છે તમારી પ્રગતિ! જાણો 5 મુખ્ય કારણો
સોર્સ : gstv

વાસ્તુશાસ્ત્ર અનુસાર, આપણી સાથે જોડાયેલી દરેક વસ્તુમાં એક ચોક્કસ ઊર્જા હોય છે, જે આપણા વિચારો, લાગણીઓ અને ભવિષ્ય પર ઊંડી અસર કરે છે. અવારનવાર ઓફિસ, શાળા કે બહારથી આવ્યા પછી આપણે આપણી બેગ સીધી જમીન પર રાખી દેતા હોઈએ છીએ.

App Store

આપણે જેને સામાન્ય ટેવ ગણીએ છીએ, તે વાસ્તુની દ્રષ્ટિએ મોટો દોષ બની શકે છે. આપણી બેગ માત્ર સામાન મૂકવાનું સાધન નથી, પરંતુ તે આપણી સમૃદ્ધિ અને સૌભાગ્ય સાથે પણ જોડાયેલી છે.

ચાલો જાણીએ, વાસ્તુ અનુસાર જમીન પર બેગ ન રાખવાના ૫ મુખ્ય કારણો:

માં લક્ષ્મી અને સરસ્વતીજીનું અનાદર

બેગમાં સામાન્ય રીતે લેપટોપ, પુસ્તકો, ડાયરી, પેન કે પૈસા હોય છે. આ તમામ વસ્તુઓ જ્ઞાન, બુદ્ધિ અને ધનનું પ્રતીક છે. વાસ્તુશાસ્ત્ર મુજબ, કામ કે અભ્યાસની બેગને જમીન પર રાખવાથી માતા લક્ષ્મી અને માતા સરસ્વતીનો અનાદર થાય છે, જેનાથી ઘરમાંથી સુખ-સમૃદ્ધિ ઘટી શકે છે.

આર્થિક સમસ્યાઓ વધી શકે

વાસ્તુ અનુસાર, બેગને જમીન પર મૂકવી એ ધનનું અપમાન કરવા સમાન છે. જે લોકો પોતાની આજીવિકા કે કામ સંબંધિત વસ્તુઓનો યોગ્ય આદર નથી કરતા, તેમને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. આમ કરવાથી પૈસાનો બગાડ વધે છે અને મહેનતનું યોગ્ય ફળ મળતું નથી.

પ્રગતિમાં અવરોધ

ભારતીય સંસ્કૃતિમાં ઊંચાઈ હંમેશા પ્રગતિ અને સફળતાનું પ્રતીક મનાય છે. બેગને ટેબલ, શેલ્ફ કે હેંગર પર રાખવી એ દર્શાવે છે કે તમે જીવનમાં શિસ્ત અને પ્રગતિને મહત્વ આપો છો. જ્યારે બેગને જમીન પર છોડી દેવાથી ઊર્જાનો પ્રવાહ નીચે તરફ રહે છે, જે કારકિર્દીમાં રુકાવટ અને નિષ્ફળતાનું કારણ બની શકે છે.

 માનસિક તણાવ અને આત્મવિશ્વાસમાં ઘટાડો

જમીન પર બેગ રાખવી એ એક પ્રકારના માનસિક બોજનું પ્રતીક છે. વાસ્તુ નિષ્ણાતોના મતે, જ્ઞાન અને ધન સાથે જોડાયેલી વસ્તુઓ નીચે રાખવાથી આત્મવિશ્વાસ ડગમગી જાય છે. ઉપરાંત, ઓફિસમાં વરિષ્ઠ અધિકારીઓ કે સહકર્મીઓ સાથે સંબંધો બગડી શકે છે.

નકારાત્મક ઊર્જાનો પ્રભાવ

જમીનની સપાટી પર નકારાત્મક ઊર્જાનો પ્રભાવ સૌથી વધુ હોય છે. જ્યારે બેગને સીધી જમીન પર મૂકવામાં આવે છે, ત્યારે તે આ નકારાત્મક ઊર્જાને શોષી લે છે. તેનાથી તમારા કામ પર નકારાત્મક અસર પડે છે અને કામ કરતી વખતે સતત થાક તેમજ કંટાળો અનુભવાય છે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.