Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : The clock kept in the house has a direct relationship with Vastu!

Vastu Tips/ ઘરમાં રાખેલી ઘડિયાળનો વાસ્તુ સાથે છે સીધો સંબંધ, નાની ભૂલ પણ નોતરી શકે છે મુશ્કેલી!

Timeછેલ્લું અપડેટ : 24 Jul 2026
લાઇવ ટીવીGoogle News
Vastu Tips/ ઘરમાં રાખેલી ઘડિયાળનો વાસ્તુ સાથે છે સીધો સંબંધ, નાની ભૂલ પણ નોતરી શકે છે મુશ્કેલી!
સોર્સ : GSTV

વાસ્તુશાસ્ત્રમાં ઘરની દરેક વસ્તુની દિશા અને સ્થાનનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ઘરમાં રાખવામાં આવતી ઘડિયાળ પણ આમાંથી એક મહત્વની વસ્તુ છે. એવું માનવામાં આવે છે કે યોગ્ય દિશામાં રાખેલી અને સાચો સમય દર્શાવતી ઘડિયાળ ઘરમાં સકારાત્મક ઊર્જા અને પ્રગતિ લાવે છે.

App Store

બીજી તરફ, વાસ્તુમાં બંધ પડેલી કે તૂટેલી ઘડિયાળને અશુભ ગણવામાં આવે છે. (નોંધ: આ બાબતો વાસ્તુ અને ફેંગશુઈની માન્યતાઓ પર આધારિત છે, જેને સમર્થન આપતા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.)

બંધ પડેલી ઘડિયાળને અશુભ કેમ માનવામાં આવે છે?

વાસ્તુ નિષ્ણાતોના મતે, બંધ પડેલી કે ક્ષતિગ્રસ્ત ઘડિયાળ જીવનમાં પ્રગતિને અટકાવે છે અને અવરોધોનું સંકેત આપે છે. જો ઘડિયાળનો સેલ (બેટરી) પૂરો થઈ ગયો હોય કે તે સરખી ચાલતી ન હોય, તો તેને તાત્કાલિક રીપેર કરાવી લેવી જોઈએ અથવા તેમાં નવો સેલ નાખવો જોઈએ. જો ઘડિયાળ સંપૂર્ણપણે ખરાબ થઈ ગઈ હોય અને રીપેર થઈ શકે તેમ ન હોય, તો તેને ઘરમાં રાખવાને બદલે હટાવી દેવી વધારે યોગ્ય છે.

ભાવનાત્મક લગાવને કારણે તૂટેલી ઘડિયાળ ઘરમાં ન રાખો

ઘણા લોકો યાદો કે ભાવનાત્મક જોડાનને કારણે જૂની ઘડિયાળો સાચવી રાખતા હોય છે. પરંતુ વાસ્તુ માન્યતાઓ મુજબ, જો ઘડિયાળ કાચથી તૂટેલી કે ખરાબ હોય, તો તેને ઘરમાં રાખવી અશુભ માનવામાં આવે છે.

ઘડિયાળ કઈ દિશામાં રાખવી જોઈએ?

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘડિયાળ લગાવવા માટે પૂર્વ અને ઉત્તર દિશા સૌથી શ્રેષ્ઠ ગણાય છે. આ દિશાઓ પ્રગતિ અને સકારાત્મક ઊર્જાનું પ્રતીક છે. આ દિશામાં રાખેલી ઘડિયાળ ઘરમાં અને કાર્યક્ષેત્રમાં સફળતાની નવી તકો ઉભી કરવામાં મદદ કરે છે.

દક્ષિણ દિશામાં ઘડિયાળ રાખવાનું ટાળો

વાસ્તુ મુજબ, દક્ષિણ દિશાના સ્વામી યમરાજ ગણાય છે. તેથી આ દિશામાં ઘડિયાળ લગાવવી શુભ નથી માનવામાં આવતી. એવું માનવામાં આવે છે કે દક્ષિણ દિશામાં લગાવેલી ઘડિયાળ પરિવારના સભ્યોની પ્રગતિ અને ઘરના મુખ્ય વ્યક્તિના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પાડે છે.

દરવાજાની ઉપર ઘડિયાળ ન લગાવો

વાસ્તુ માન્યતાઓ મુજબ, મુખ્ય દરવાજાની બરાબર ઉપર ઘડિયાળ રાખવી યોગ્ય નથી. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધી શકે છે.

ઘડિયાળમાં સાચો સમય હોવો જરૂરી છે

કેટલાક લોકો સમયસર પહોંચવાની આદત કેળવવા પોતાની ઘડિયાળ થોડી મિનિટો આગળ કે પાછળ રાખતા હોય છે. પરંતુ ફેંગશુઈ અનુસાર, ઘડિયાળ હંમેશા સચોટ સમય જ બતાવતી હોવી જોઈએ. સાચો સમય દર્શાવતી ઘડિયાળ વ્યક્તિને વર્તમાનમાં જીવવા અને સમયનું મૂલ્ય સમજવા માટે પ્રેરણા આપે છે.

લોલક અને સંગીતમય ઘડિયાળનું મહત્વ

વાસ્તુ અનુસાર, લોલક (Pendulum) વાળી ઘડિયાળ યોગ્ય દિશામાં લગાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે ઘરમાં નવી તકો અને સકારાત્મકતા લાવે છે. આ ઉપરાંત, જે ઘડિયાળમાંથી મધુર સંગીત કે ધૂન વાગતી હોય તેવી ઘડિયાળ પણ ઉત્તમ ગણાય છે. તેનો મધુર અવાજ ઘરમાં ખુશનુમા વાતાવરણ ઊભું કરે છે.


નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.