Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Vastu Tips: No progress or constant tension in the office? These bugs on your office desk may be the reason!

Vastu Tips: પ્રગતિ નથી થતી કે ઓફિસમાં સતત તણાવ રહે છે? તમારા ઓફિસ ડેસ્ક પરની આ ભૂલો હોય શકે છે કારણ!

Timeછેલ્લું અપડેટ : 27 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Vastu Tips: પ્રગતિ નથી થતી કે ઓફિસમાં સતત તણાવ રહે છે? તમારા ઓફિસ ડેસ્ક પરની આ ભૂલો હોય શકે છે કારણ!
સોર્સ : GSTV

હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું ખૂબ જ મહત્વ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, આપણું કાર્યસ્થળ અથવા ઓફિસનું ટેબલ આપણી કારકિર્દી, પ્રગતિ અને માનસિક શાંતિ પર સીધી અસર કરે છે.

App Store

જો ઓફિસ ટેબલ પર નકારાત્મક ઉર્જા (Negative Energy) વધારતી વસ્તુઓ મૂકવામાં આવે, તો તે કામમાં અવરોધ, માનસિક તણાવ અને ખોટા નિર્ણયો લેવાનું કારણ બની શકે છે. તો ચાલો જાણીએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઓફિસ ટેબલ પર કઈ વસ્તુઓ રાખવાનું ટાળવું જોઈએ.

ઓફિસ ટેબલ પર કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ?

  • તૂટેલી વસ્તુઓ રાખવાનું ટાળો:

    વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ઓફિસ ટેબલ પર ક્યારેય તૂટેલી કે ક્રેક થયેલી વસ્તુઓ ન રાખવી જોઈએ; જેમ કે તૂટેલો કપ, પેન સ્ટેન્ડ કે અરીસો. આ ઉપરાંત, ટેબલ પર કે ઓફિસની દીવાલ પર બંધ પડેલી ઘડિયાળ રાખવાથી સમય અને કારકિર્દી બંને સ્થગિત થઈ જાય છે તેવી માન્યતા છે.

  • તીક્ષ્ણ વસ્તુઓ ખુલ્લી ન છોડો:

    કાતર, પેપર કટર કે અન્ય તીક્ષ્ણ વસ્તુઓને ક્યારેય ટેબલ પર ખુલ્લી ન છોડવી જોઈએ. જો આવી વસ્તુઓ કામ વગર ડેસ્ક પર પડી હોય, તો તેને તરત જ ડ્રોઅરમાં મૂકી દો. આવી વસ્તુઓ કાર્યસ્થળ પર સંબંધો અને કામમાં તણાવ પેદા કરી શકે છે.

  • સુકાઈ ગયેલા છોડ:

    લોકો ઘણીવાર ડેસ્કને સજાવવા અને સકારાત્મક ઉર્જા મેળવવા માટે નાના ઇન્ડોર પ્લાન્ટ્સ રાખતા હોય છે. જો કે, વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો ટેબલ પર રાખેલો છોડ સુકાઈ જાય તો તે સકારાત્મકતાના બદલે નકારાત્મક ઉર્જા ફેલાવે છે. તેથી, છોડ સુકાઈ જવાની શરૂઆત થાય કે તરત જ તેને ત્યાંથી હટાવી દેવો જોઈએ.

  • વિખરાયેલા કાગળો અથવા જૂની ફાઇલો:

    ઓફિસ ડેસ્ક પર કાગળો અને ફાઇલોના ગમે ત્યાં પડેલા ઢગલા માનસિક તણાવમાં વધારો કરે છે, જેને યોગ્ય નિર્ણયો લેવા માટે અશુભ માનવામાં આવે છે. આ ઉપરાંત, ધૂળ ખાઈ રહેલી જૂની ફાઇલો રાહુનો પ્રભાવ વધારી શકે છે, જે કામમાં સતત અડચણો ઊભી કરે છે.

  • ડૂબતું વહાણ કે હિંસક પ્રાણીની તસવીર:

    ઘણા લોકો પોતાના ટેબલ પર આક્રમક અથવા નિરાશા દર્શાવતા શોપીસ કે ચિત્રો રાખે છે; જેમ કે રડતા બાળકનો ફોટો, ડૂબતું વહાણ કે હિંસક પ્રાણીઓની તસવીરો. આવી વસ્તુઓ વ્યક્તિની વિચારસરણી પર નકારાત્મક અસર કરે છે.

  • એંઠા વાસણો અથવા ખાલી બોટલો:

    ઓફિસના ટેબલ પર ક્યારેય ચાના ખાલી કપ, એંઠા વાસણો કે પાણીની ખાલી બોટલો લાંબો સમય ન રાખવી જોઈએ. આ વસ્તુઓ આસપાસ પડી રહેવાથી વાસ્તુ દોષ ઊભો થાય છે, જેના કારણે આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે.

નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.