Religion: રસોડાની આ 3 ખરાબ આદતો ખાલી કરી દેશે તિજોરી, જાણો વાસ્તુશાસ્ત્રના નિયમો

જો તમારા ઘરમાં પૈસાની તંગી રહેતી હોય અને તમે બચત કરવામાં નિષ્ફળ રહ્યા હોવ, તો તે ફક્ત નસીબની વાત નથી. રસોડાની કેટલીક ખરાબ આદતો પણ તેની પાછળનું મુખ્ય કારણ હોઈ શકે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર, રસોડું એ ઘરની સમૃદ્ધિનું કેન્દ્ર છે. અહીં થતી નાની નાની ભૂલો પણ નાણાકીય સમસ્યાઓ નોંતરે છે અને ઘરમાં નકારાત્મક ઊર્જા વધારે છે. ચાલો જાણીએ એવી કઈ આદતો છે જેનાથી બચવું જોઈએ:
અનાજના વાસણો ખાલી રાખવા
રસોડામાં અનાજના વાસણો સંપૂર્ણપણે ખાલી થઈ જાય તે અત્યંત અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ખાલી વાસણો આર્થિક મુશ્કેલીઓ દર્શાવે છે. ખાસ કરીને લોટ, ચોખા, મીઠું અને કઠોળના ડબ્બા ક્યારેય સાવ ખાલી ન થવા દેવા જોઈએ. આવું કરવાથી દેવી અન્નપૂર્ણા નારાજ થાય છે અને ઘરમાંથી બરકત ચાલી જાય છે. તેથી, અનાજ સાવ ખૂટી જાય તે પહેલાં જ નવું અનાજ ભરી દેવું જોઈએ.
બંધ કે બગડેલા ઇલેક્ટ્રોનિક્સ સાધનો રાખવા
ઘણા ઘરોમાં રસોડામાં જૂની, બંધ પડેલી ઘડિયાળો, બગડેલા મિક્સર કે અન્ય નકામી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સંગરી રાખવામાં આવે છે. વાસ્તુ અનુસાર, બંધ ઘડિયાળ પ્રગતિમાં અવરોધ લાવે છે. તેનાથી ઘરના કામકાજમાં વિઘ્નો આવે છે, માનસિક તણાવ વધે છે અને નાણાકીય સમસ્યાઓ ઊભી થાય છે. આ ઉપરાંત, બગડેલી વસ્તુઓ નકારાત્મક ઊર્જાને આકર્ષે છે, તેથી રસોડામાં આવો કચરો રાખવાનું ટાળો.
વધુ પડતા કાળા કે ગંદા વાસણો
ઘણા લોકો એ વાતથી અજાણ હોય છે કે જ્યોતિષ અને લાલ કિતાબમાં રસોડાના તવા, કડાઈ અને ચૂલાને ઘરની આર્થિક સ્થિતિ સાથે સીધો સંબંધ છે. જો રસોડામાં ઉપયોગમાં લેવાતો તવો કે કડાઈ વધુ પડતી બળેલી, કાળી કે ગંદી રાખવામાં આવે, તો તે રાહુના અશુભ પ્રભાવને વધારે છે. રાહુનો આ દોષ ઘરમાં અચાનક આર્થિક નુકસાન અને બીમારીઓ લાવી શકે છે. તેથી રાંધ્યા પછી વાસણો હંમેશા ચમકતા અને સાફ રાખવા જોઈએ.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

