Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : The solution to every problem in life is in these 10 teachings of the Gita

Religion: જીવનની દરેક મુસીબતનો ઉકેલ છે ગીતાના આ 10 ઉપદેશોમાં, જાણો ભગવાન કૃષ્ણએ અર્જુનને કહેલી ખાસ વાતો

Timeછેલ્લું અપડેટ : 09 May 2026
લાઇવ ટીવીGoogle News
Religion: જીવનની દરેક મુસીબતનો ઉકેલ છે ગીતાના આ 10 ઉપદેશોમાં, જાણો ભગવાન કૃષ્ણએ અર્જુનને કહેલી ખાસ વાતો
સોર્સ : gstv

દરેક વ્યક્તિના જીવનમાં એક સમય એવો આવે છે જ્યારે બધું જ મુશ્કેલ લાગે છે. મન ખૂબ ભારે થઈ જાય છે. આપણી આશાઓ નબળી પડવા લાગે છે. ચારે દિશામાં માત્ર અંધકાર દેખાય છે. આવા સમયે કોઈ પણ વસ્તુ હૃદયને શાંતિ આપતી નથી કે તે સરળતાથી સમજી શકતી નથી.

App Store

જો તમે પણ આવા મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છો અથવા તમારી આસપાસ કોઈ એવું છે જે માનસિક રીતે સંઘર્ષ કરી રહ્યું છે, તો તમારી જાતને સંભાળવા માટે યોગ્ય વિચારોનો આશરો લેવો ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. આવી સ્થિતિમાં, ભગવદ્ ગીતાના ઉપદેશો મનને સ્થિર કરવામાં અને સાચી દિશા બતાવવામાં મદદ કરે છે. અહીં અમે ગીતાના આવા 10 પ્રેરણાદાયી વિચારો તમારી માટે લાવ્યા છીએ, જે તમને મુશ્કેલ સમયમાં ધીરજ રાખવા અને આગળ વધવાની તાકાત આપી શકે છે.

શ્રી કૃષ્ણના 10 પ્રેરણાદાયી ગીતા ઉપદેશ

1. “मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः। ” (અધ્યાય 2, શ્લોક 14)

ઇન્દ્રિયોના વિષયો માંથી સુખ-દુઃખ ઉત્પન્ન થાય છે, તે કાયમી નથી. તેને સહન કરવા જોઈએ.

2. “दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः। ” (અધ્યાય 2, શ્લોક 56)

જે વ્યક્તિ દુ:ખમાં વિચલિત નથી થતો અને સુખમાં આસક્ત નથી થતો, તે સ્થિર મન ધરાવે છે.

3. “कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।” (અધ્યાય 2, શ્લોક 47)

માણસનો અધિકાર માત્ર કર્મ કરવામાં જ છે, ફળ પર નહીં.

4. “योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनंजय।” (અધ્યાય 2, શ્લોક 48)

આસક્તિ - મોહ છોડીને સમભાવમાં સ્થિર થઇને કર્મ કરવું જોઇએ.

5. “यदृच्छालाभसन्तुष्टो द्वन्द्वातीतो विमत्सरः। ” (અધ્યાય 4, શ્લોક 22)

જે ઇચ્છા વગર જે મેળવ્યું છે તેનાથી સંતુષ્ટ હોય અને લાલચથી પર હોય, તે શાંત રહે છે.

6. “उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत्। ” (અધ્યાય 6, શ્લોક 5)

માણસે પોતે જ પોતાની જાતનો વિકાસ કરવો જોઈએ, પોતાની જાતને નીચે લાવવી જોઈએ નહીં.

7. “असंयतात्मना योगो दुष्प्राप इति मे मतिः। ” (અધ્યાય 6, શ્લોક 36)

અનિયંત્રિત મન ધરાવતી વ્યક્તિ માટે સફળતા મેળવવી મુશ્કેલ છે.

8. “न हि कश्चित्क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत्। ” (અધ્યાય 3, શ્લોક 5)

કોઈ પણ વ્યક્તિ એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વગર રહી શકતી નથી.

9. “श्रद्धावान् लभते ज्ञानम्।” (અધ્યાય 4, શ્લોક 39)

શ્રદ્ધા રાખનાર વ્યક્તિ જ જ્ઞાન પ્રાપ્ત કરે છે.

10. “आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः।” (અધ્યાય 6, શ્લોક 5)

માણસ સ્વંય જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો દુશ્મન છે.