Religion: સાવધાન! રસોડાની આ 6 ભૂલો તમને કરી શકે છે કંગાળ, જાણો કઈ આદતોથી લક્ષ્મીજી થાય છે નારાજ

વાસ્તુ શાસ્ત્રમાં રસોડાને ઘરની ઉર્જા અને સમૃદ્ધિનું પ્રાથમિક કેન્દ્ર માનવામાં આવે છે. રસોડામાં થતી નાની આદતો પણ ઘરની આર્થિક સ્થિરતા પર ઊંડી અસર કરે છે. ચાલો જાણીએ એવી 6 સામાન્ય ભૂલો વિશે જે વાસ્તુ મુજબ અશુભ માનવામાં આવે છે:
ગંદા વાસણો સિંકમાં ન છોડો
ઘણા લોકો રાત્રે જમ્યા પછી વાસણો સિંકમાં જ છોડી દે છે અને સવારે સાફ કરે છે. વાસ્તુ મુજબ ગંદા વાસણો રાત્રે સિંકમાં રાખવાથી ઘરમાં નકારાત્મકતા વધે છે અને સમૃદ્ધિમાં અવરોધ આવે છે.
ગેસનો ચૂલો અસ્વચ્છ રાખવો
ચૂલો એ રસોડાનો સૌથી પવિત્ર ભાગ છે. રસોઈ કર્યા પછી તરત જ તેની આસપાસના તેલ અને મસાલાના ડાઘ સાફ કરી લેવા જોઈએ. ગંદો ચૂલો ઘટતી સમૃદ્ધિની નિશાની છે.
ટપકતો નળ: આર્થિક નુકસાનનું કારણ
રસોડામાં ટપકતો નળ વાસ્તુ મુજબ અત્યંત અશુભ છે. એવું માનવામાં આવે છે કે ટપકતા પાણીની જેમ જ ઘરની લક્ષ્મી પણ ધીમે-ધીમે વહી જાય છે અને નાણાકીય સ્થિરતા જોખમાય છે.
ખાલી વાસણોનો સંગ્રહ
રસોડાના પ્લેટફોર્મ કે કબાટમાં બિનજરૂરી ખાલી વાસણો ન રાખવા જોઈએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ ખાલી વાસણો ઘરમાં 'અભાવ' અથવા વંચિતતાની લાગણી પેદા કરે છે.
તવાને ક્યારેય ઊંધો ન રાખવો
૯૦% લોકો તવાને ધોયા પછી સુકાવા માટે ઊંધો મૂકી દે છે. વાસ્તુ મુજબ ઊંધો તવો રાહુના નકારાત્મક પ્રભાવને વધારે છે. તેનાથી અચાનક આર્થિક નુકસાન અને અણધાર્યા ખર્ચાઓ વધી શકે છે. તવાને હંમેશા સીધો અને એવી જગ્યાએ રાખો જ્યાં તે સીધો નજરે ન પડે.
રસોડામાં દવાઓ રાખવાનું ટાળો
ઘણા લોકો રસોડામાં જ ફર્સ્ટ એઇડ બોક્સ કે દવાઓ રાખે છે. વાસ્તુ મુજબ રસોડામાં દવાઓ રાખવાથી પરિવારના સભ્યોની તબિયત વારંવાર લથડી શકે છે અને બીમારીઓ પાછળ ખર્ચ વધે છે.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

