Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : The fortune of these 3 zodiac signs will shine at the beginning of May, the setting of Mercury will open the door to wealth!

Religion: મે મહિનાની શરૂઆતમાં જ આ ૩ રાશિઓના ચમકશે ભાગ્ય, બુધના અસ્ત થવાથી ખુલશે ધનલાભના દ્વાર!

Timeછેલ્લું અપડેટ : 26 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Religion: મે મહિનાની શરૂઆતમાં જ આ ૩ રાશિઓના ચમકશે ભાગ્ય, બુધના અસ્ત થવાથી ખુલશે ધનલાભના દ્વાર!
સોર્સ : GSTV

Budh Asta 2026: જ્યોતિષશાસ્ત્રમાં બુદ્ધિ, તર્ક અને વ્યાપારના કારક ગણાતા બુધ ગ્રહ ટૂંક સમયમાં જ અસ્ત થવા જઈ રહ્યા છે. સામાન્ય રીતે ગ્રહોનું અસ્ત થવું પડકારજનક માનવામાં આવે છે, પરંતુ આ વખતે ગ્રહોના રાજકુમારની બદલાતી ચાલ કેટલીક ભાગ્યશાળી રાશિઓ માટે ધનલાભ અને પ્રગતિના દ્વાર ખોલશે.

App Store

ક્યારે થાય છે આ મોટી હલચલ?

દ્રિક પંચાંગ અનુસાર, 1 મે 2026ના રોજ રાત્રે 11:08 કલાકે બુધ મેષ રાશિમાં અસ્ત થશે. જ્યારે બુધ સૂર્યની અત્યંત નજીક આવે છે, ત્યારે તે પોતાની તેજસ્વીતા ગુમાવે છે અને અસ્ત ગણાય છે. જોકે, આ સ્થિતિમાં પણ કેટલીક રાશિઓ માટે કરિયર અને બિઝનેસમાં અણધાર્યા સુખદ પરિણામો મળવાના યોગ છે.

કર્ક રાશિ: નોકરીમાં પ્રમોશન અને સન્માન

કર્ક રાશિના જાતકો માટે બુધનું અસ્ત થવું કરિયરમાં નવી ઊંચાઈઓ લાવશે.

તમારી મહેનતનું યોગ્ય ફળ મળશે અને કાર્યક્ષેત્રમાં તમારી નોંધ લેવાશે.

નવા લોકો સાથેના સંપર્કો ભવિષ્યમાં મોટા આર્થિક ફાયદા કરાવી શકે છે.

વેપારીઓને જૂના રોકાણ કે અટકેલા સોદામાંથી સારો નફો મળવાની શક્યતા છે.

સિંહ રાશિ: નવા કામની શરૂઆત અને સ્વાસ્થ્યમાં સુધારો

સિંહ રાશિના લોકો માટે આ સમય આર્થિક દૃષ્ટિએ ખૂબ જ મજબૂત સાબિત થશે.

જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમય અનુકૂળ છે.

યાત્રાના યોગ બની રહ્યા છે, જે વ્યવસાયિક રીતે લાભદાયી રહેશે.

લાંબા સમયથી ચાલતી સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી મુક્તિ મળી શકે છે.

મકર રાશિ: અટકેલા કામો પૂરા થશે

મકર રાશિના જાતકો માટે પ્રગતિના નવા માર્ગો ખુલશે.

ક્રિએટિવ અને કળાના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને વિશેષ સફળતા મળશે.

કાનૂની ગૂંચવણો કે કોર્ટ-કચેરીના મામલામાં રાહત મળવાની પૂરી સંભાવના છે.

આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે અને અટકેલા કાર્યો ગતિ પકડશે.

(નોંધ: જ્યોતિષીય ગણતરીઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત હોય છે. વ્યક્તિગત ફળ તમારી કુંડળીમાં રહેલા ગ્રહોની સ્થિતિ પર આધાર રાખે છે. માટે કોઇ નિર્ણય લેતા પહેલા નિષ્ણાંતની સલાહ જરૂર લો)

ટોપિક્સ:gstv news