ધન રાશિના જાતકોને કામમાં પ્રતિકૂળતા, વાંચો તમારું 10 ફેબ્રુઆરી, 2025નું રાશિ ભવિષ્ય

વાંચો તમારું 10 ફેબ્રુઆરી, 2025નું રાશિ ભવિષ્ય
Updated: Feb 10th, 2025
Google News
Share on WhatsApp
Share on Twitter
Share on Facebook
Share on Telegram
Share on LinkedIn
વાંચો તમારું 10 ફેબ્રુઆરી, 2025નું રાશિ ભવિષ્ય 1 - image
મેષ : બપોર સુધી કામકાજમાં સાનુકૂળતા રહે. ત્યાર પછી આપને કામમાં પ્રતિકૂળતા જણાય. ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરવો.
વૃષભ : બેંકના, વીમા કંપનીના કામમાં, શેરોના કામકાજમાં આપને સાનુકુળતા મળી રહે. દોડધામ- શ્રમમાં રાહત થતી જાય.
મિથુન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આપને આનંદ રહે. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.
કર્ક : માનસિક પરિતાપ વ્યગ્રતાને લીધે કામમાં મન લાગે નહીં. બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં સાવધાની રાખવી.
સિંહ : બપોર પછી કામમાં આપને રૂકાવટ જણાય. કોર્ટ-કચેરીના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. ઉશ્કેરાટ કરવો નહીં.
કન્યા : દિવસના પ્રારંભથી જ દોડધામ-વ્યસ્તતા જણાય. જેમ દિવસ પસાર થતો જાય તેમ કામનો ઉકેલ આવતો જવાથી રાહત રહે.
તુલા : બઢતી- બદલીના કામમાં પ્રગતિ જણાય. ધંધામાં નવી કોઈ વાતચીત આવે કે ઓર્ડર મળી રહે. મિલન-મુલાકાત થઈ શકે.
વૃશ્ચિક : જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપને રાહત થતી જાય. આપના કામમાં ધીરે ધીરે વ્યસ્ત થતા જાવ.
ધન : દિવસના પ્રારંભે આપના કામમાં વ્યસ્ત રહો. કામનો ઉકેલ આવતો જાય. બપોર પછી આપના કામમાં પ્રતિકૂળતા જણાય.
મકર : જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપની દોડધામ- શ્રમમાં ઘટાડો થતો જાય. સીઝનલ ધંધામાં રાહત રહે.
કુંભ : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઉકેલ આવતો જાય. બપોર પછી દિવસ મધ્યમ રહે.
મીન : ઉચાટ-ઉદ્વેગથી દિવસની શરૂઆત થાય. બપોર પછી આપને શાંતિ થતી જાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

