Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Rashi-Pad-Dhan of the people of this zodiac is increased, 3 October 2026, Saturday's horoscope

આ રાશિના જાતકોના યશ-પદ-ધનમાં વધારો થાય, 3 ઓક્ટોબર 2026, શનિવારનું રાશિફળ

Timeછેલ્લું અપડેટ : 03 Oct 2026
લાઇવ ટીવીGoogle News
આ રાશિના જાતકોના યશ-પદ-ધનમાં વધારો થાય, 3 ઓક્ટોબર 2026, શનિવારનું રાશિફળ
સોર્સ : gstv

મેષ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આપને આનંદ જણાય. યાત્રા-પ્રવાસમાં ધ્યાન રાખવું પડે.
વૃષભ : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. બેન્કના, વીમા કંપનીના - શેરોના કામ થઈ શકે. ધંધામાં આવક જણાય.
મિથુન : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ જણાય. મિલન-મુલાકાત થઈ શકે.
કર્ક : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપને પ્રતિકૂળતા જણાય. આપે આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં. ધીરજ રાખવી.
સિંહ : આપના કાર્યમાં આકસ્મિક સરળતા થતાં આપના કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
કન્યા : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. જમીન-મકાન-વાહનના કામકાજમાં સરળતા રહે.
તુલા : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. બઢતી-બદલીના કામમાં પ્રગતિ જણાય.
વૃશ્ચિક : આપે સીઝનલ-વાયરલ બીમારીથી સંભાળવું પડે. યાત્રા-પ્રવાસ દરમ્યાન આપે આરોગ્યની કાળજી રાખવી પડે.
ધન : આપના અગત્યના કામકાજનો ઉકેલ આવતો જવાથી આનંદ અનુભવો. મહત્વનાં નિર્ણયમાં ચર્ચા-વિચારણા કરી લેવી.
મકર : આપને નોકરી-ધંધાના કામની સાથે બીજું કોઈ કામ આવી જતાં અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.
કુંભ : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતાં રાહત જણાય. સીઝનલ ધંધામાં લાભ-ફાયદો રહે.
મીન : આપના કામમાં પ્રતિકૂળતા રહે. જમીન-મકાન-વાહનના કામમાં આપે સાવધાની રાખવી પડે. વાહન ધીરે ચલાવવું.

App Store

અગ્નિદત્ત પદમનાભ

ટોપિક્સ:GSTV NewsGujarati News