આ રાશિના જાતકોના જીવનમાં રહેશે ચિંતા, 2 ઓક્ટોબર 2026, શુક્રવારનું રાશિફળ

મેષ : આપના કાર્યની સાથે અન્ય કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં આવક જણાય. કામનો ઉકેલ આવતા આનંદ રહે.
વૃષભ : આપના મહત્ત્વના કામનો ઉકેલ આપવાથી આનંદ અનુભવો. મહત્ત્વના નિર્ણયો લેવાના હોય તો લઈ શકાય. મુલાકાત થાય.
મિથુન : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થયા કરે. વાદ-વિવાદ-ગેરસમજ- મન દુ:ખથી સંભાળવું પડે.
કર્ક : આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ ફાયદો રહે.
સિંહ : આપના કાર્યની સાથે સામાજીક-વ્યવહારિક કામકાજમાં આપે વ્યસ્ત રહેવું પડે. દોડધામ-શ્રમ-ખર્ચ જણાય.
કન્યા : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે.
તુલા : દિવસનો પ્રારંભ સુસ્તી-બેચેની સાથે થાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. પરંતુ બપોર પછી ધીરે-ધીરે રાહત થતી જાય.
વૃશ્રિક : સંસ્થાકીય કામમાં- જાહેરક્ષેત્રના કામમાં આપે વ્યસ્ત રહેવાનું થાય. અન્યનો સહકાર મળી રહેતાં કામનો ઉકેલ આવતો જાય.
ધન : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.
મકર : આપની મહેનત-અનુભવ-આવડત-બુધ્ધિથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.
કુંભ : આપ હરો-ફરો-કામકાજ કરો. પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા જણાય.
મીન : આપના કામમાં ઉપરીવર્ગ- સહકાર્યકરવર્ગ- નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. બપોર પછી ચિંતા જણાય.

