આ રાશિના જાતકોના યશ-પદ-ધનમાં થશે વધારો, 24 નવેમ્બર 2026, મંગળવારનું રાશિફળ

આ રાશિના જાતકોના યશ-પદ-ધનમાં થશે વધારો, 24 નવેમ્બર 2026, મંગળવારનું રાશિફળ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

મેષ : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આવક જણાય. ધર્મકાર્ય-શુભકાર્યમાં ખર્ચ-ખરીદી જણાય પરંતુ આનંદ રહે.
વૃષભ : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. મિલન-મુલાકાતમાં સાનુકૂળતા મળી રહે.
મિથુન : રાજકીય-સરકારી કામકાજમાં, ખાતાકીય કામકાજમાં રૂકાવટ જણાય. આવેશ-ઉશ્કેરાટમાં આવીને કોઈ કામ કરવા નહીં.
કર્ક : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં આપના કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે.
સિંહ : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. સામાજિક-વ્યાવહારિક કામકાજ અંગે દોડધામ રહે.
કન્યા : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા જણાય. ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી પ્રસન્નતા રહે.
તુલા : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવા. સામાજિક-વ્યવહારિક કામમાં સંભાળવું પડે.
વૃશ્ચિક : જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહેતાં રાહત જણાય.
ધન : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરે. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાંભીડ જણાય.
મકર : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
કુંભ : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનની લે-વેચના કામમાં ઉતાવળ કરવી નહીં. મિત્રવર્ગની ચિંતા રહે.
મીન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ અનુભવો. ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી પ્રસન્નતા રહે.

અગ્નિદત્ત પદમનાભ

આ સમાચાર શેર કરો

જાહેરાત