આ રાશિના જાતકોએ ખાસ કાળજી રાખવી, 27 નવેમ્બર 2026, શુક્રવારનું રાશિફળ

મેષ : આપને કામમાં ઉપરી વર્ગ- સહકાર્યકર વર્ગ, નોકર-ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. યાત્રા- પ્રવાસમાં ધ્યાન રાખવું પડે.
વૃષભ : બેંકના, વીમા કંપનીના શેરોના કામકાજમાં આપે ઉતાવળ કરવી નહીં. કૌટુંબિક પારિવારિક પ્રશ્ને ચિંતા- ઉચાટ જણાય.
મિથુન : માનસિક પરિતાપ, વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા દ્વિધા અનુભવાય.
કર્ક : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ મુશ્કેલી રહ્યા કરે.કોર્ટ કચેરીના કામમાં આપે સાવધાની રાખવી પડે. ખર્ચ જણાય.
સિંહ : આપના કામમાં કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં. પરદેશના કામમાં અડચણ રહે.
કન્યા : સામાજિક વ્યવહારિક કામમાં આપે ઉતાવળ કરવી નહીં. ઘર- પરિવારની ચિંતાના લીધે કામકાજમાં ધ્યાન આપી શકો નહીં.
તુલા : નોકરી- ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને પરંતુ અગત્યના કામકાજ અંગેની મુલાકાતમાં સાવધાની રાખવી.
વૃશ્ચિક : દિવસ દરમ્યાન આપને સુસ્તી બેચેની જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં.
ધન : જાહેર ક્ષેત્રના કામ, સંસ્થાકીય કામમાં સંભાળવું પડે. રૂકાવટ જણાય. પત્ની સાથે વાદ- વિવાદ ગેરસમજ થઈ જાય.
મકર : સીઝનલ ધંધામાં માલનો વધુ પડતો ભરાવો કરવો નહીં, ગ્રાહક વર્ગનું ધ્યાન રાખવું. આકસ્મિક ખર્ચને લીધે નાણાંભીડ જણાય.
કુંભ : આપે મહત્ત્વના નિણયો લેવાના હોય તો મુલત્વી રાખવા. વાણીની સંયમતા રાખીને શાંતિથી પોતાનું કામકાજ કરી લેવું.
મીન : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જેવું જણાય નહીં. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.








