નવરાત્રિ 2026 મુહૂર્ત વિશેષ: ચિત્રા અને વૈધૃતિ યોગ વચ્ચે 11 ઓક્ટોબરે આ શુભ ચોઘડિયે થશે ઘટ સ્થાપન

આસો સુદ 1 રવિવાર
તા. ૧૧/૧૦/૨૦૨૬ થી આસો સુદ ૯ સોમવાર તા. ૧૯/૧૦/૨૦૨૬
રવિવાર આસો સુદ ૧ ના રોજ ચિત્રા નક્ષત્ર અને વૈધુતિ યોગ છે.
તંત્ર ગ્રંથ, ચંડી રહસ્ય, ચંડી તંત્ર, રુદ્ર યામલ તંત્ર, ભવાની તંત્ર, દુર્ગા કલ્પતરું અનુસાર આ સમયે સ્થાપન મુહૂર્ત ન થાય,
પરંતુ નિર્ણયસિંધુ ગ્રંથ મુજબ પ્રથમ પ્રહર છોડી ને સ્થાપન કરવું જે મુજબ....
ઘટ સ્થાપન :
રવિવાર તા.૧૧/૧૦/૨૦૨૬
સવારે ૯:૪૦ થી ૧૨:૨૫
ચંડી તંત્ર, ચંડી રહસ્ય, ભવાની તંત્ર મુજબ
સંધ્યા સમયે મુહૂર્ત :
૬:૨૦ થી ૭:૪૦
મત્સ્ય પુરાણ મુજબ રાત્રે સ્થાપન ન કરવું,
તિથી....નોંધ
૮...તા ૧૮ રવિવાર
સવારે ૮:૩૦ થી, (હોમાસ્ટમી)
૯...તા ૧૯ સોમવાર સવારે ૧૦:૫૩ થીં, (મહાષ્ટમી નો ઉપવાસ, મહાનવમી નો ઉપવાસ)
ઘટ ઉત્પથાન :
તા. ૧૯/૧૦/૨૦૨૬ સોમવાર
આસો સુદ ૯ શ્રવણ નક્ષત્ર
બપોરે ૩:૪૦ થી ૫:૩૦
દેવી તંત્ર, કાલી વિલાસ તંત્ર ગ્રંથ મુજબ શ્રવણ નક્ષત્રમાં ઘટ ઉત્પથાન કરવું,
નવરાત્ર, ઘટ અંગે જ્યાં જરૂર લાગે ત્યાં પરંપરા કે સ્થાનિક માર્ગદર્શન મુજબ અનુસરવું હિતાવહ છે
દશેરા / વિજયા દશમી
આસો સુદ ૧૦ મંગળવાર
તા. ૨૦/૧૦/૨૦૨૬
પૂજન / ખરીદી મુહૂર્ત :
બપોરે ૧૨:૫૫ થી ૧:૧૦
૩:૨૦ થી સાંજે ૬:૦૫
ડો. હેમીલ પી. લાઠીયા
જ્યોતિષાચાર્ય

