ઘરમાં પૂજા કરતી વખતે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન, તો જ મળશે પૂજાનું ફળ

સનાતન ધર્મમાં દરરોજ સવાર-સાંજ દેવી-દેવતાઓની પૂજા કરવાની પરંપરા છે. શાસ્ત્રો અનુસાર, સાચી રીતે કરેલી પૂજા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. જોકે, પૂજા કરતી વખતે કેટલાક મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે, જેની અવગણના કરવાથી પૂજા અધૂરી ગણાય છે.
મંદિરની પવિત્રતા અને સ્વચ્છતા
નિયમિત પૂજા કરતા પહેલા તમારે પહેલા દેવતા સ્થાનને સાફ કરવું જોઈએ. આ માટે તમારે ધ્યાન રાખવું પડશે કે સૌ પ્રથમ ભગવાનને તમારા ઘરના મંદિરમાં કોઈ સ્વચ્છ સ્થાન પર રાખો અને આખા મંદિરને શુદ્ધ પાણીથી સાફ કરો. બાદમાં વાસી ફૂલો દૂર કરો. ભગવાનને પવિત્ર સ્નાન કરાવી, તેમના સ્થાને બિરાજમાન કરો અને નવા તાજા ફૂલોથી શણગાર કરો.
આસન વગર પૂજા ન કરવી
ઘણા લોકો ઉભા રહીને કે સીધા જમીન પર બેસીને પૂજા કરે છે, જે શાસ્ત્રોક્ત રીતે યોગ્ય નથી. પૂજા હંમેશા આસન પર બેસીને જ કરવી જોઈએ. એવું કહેવાય છે કે આસન વગર પૂજા કરવાથી તેનું ફળ પ્રાપ્ત થતું નથી. આસન પર બેસીને પૂજા કરવાથી એકાગ્રતા વધે છે અને આધ્યાત્મિક ઉર્જા સચવાય છે.
મંત્રોનો સ્પષ્ટ અને શુદ્ધ ઉચ્ચાર
પૂજા દરમિયાન મંત્રોનો જાપ મનની શાંતિ અને સિદ્ધિ માટે અનિવાર્ય છે. નિયમિત મંત્ર જાપ કરવાથી તે સિદ્ધ થવા લાગે છે, પરંતુ તેનો ઉચ્ચાર શુદ્ધ હોવો જોઈએ. જો તમને કોઈ લાંબા મંત્રના ઉચ્ચારમાં તકલીફ પડતી હોય, તો તેના બદલે સરળ ભગવાનનું નામ લેવું વધુ હિતાવહ છે. ખોટા ઉચ્ચારથી મંત્રનું ફળ મળતું નથી.
પૂજા પૂર્ણ થયા પછી સીધા ઉભા થઈને ચાલ્યા જવું એ દોષપૂર્ણ માનવામાં આવે છે. પૂજા બાદ આસન પર પાણીના બે ટીપાં છાંટી, પ્રણામ કરીને જ આસન પરથી ઉઠવું જોઈએ. પૂજા પછી આસનને માનપૂર્વક સંકેલીને તેના સ્થાને મૂકી દેવું જોઈએ. આમ કરવાથી જ તમારી પૂજાનું સંપૂર્ણ ફળ મળે છે.

