માતા લક્ષ્મી કયા સમયે ઘરે પધારે છે? ભૂલથી પણ આ સમયે ન કરતા આ બે કામ

સનાતન ધર્મમાં માતા લક્ષ્મીને ધન, વૈભવ અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે. માન્યતા છે કે જે ઘરમાં લક્ષ્મીજીનો વાસ હોય ત્યાં ક્યારેય આર્થિક તંગી સર્જાતી નથી. જોકે, શાસ્ત્રોમાં દેવી લક્ષ્મીના આગમન અને ભ્રમણનો એક ચોક્કસ સમય જણાવવામાં આવ્યો છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.
શાસ્ત્રોક્ત માન્યતા મુજબ, દિવસ દરમિયાન 'પ્રદોષ કાળ' એટલે કે સાંજે 4 થી 7 વાગ્યા સુધી ભગવાન શિવ દર્શન આપે છે. ત્યારબાદ સાંજે 7 થી 9 વાગ્યાની વચ્ચે લક્ષ્મીજી અને દરિદ્રતા (ગરીબી) બંને એકસાથે પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે. આ સમયગાળા દરમિયાન ઘરનું વાતાવરણ અને સ્વચ્છતા નક્કી કરે છે કે તમારા ઘરે લક્ષ્મી પધારશે કે ગરીબી.
આ બે પ્રકારના લોકોના ઘરે લક્ષ્મી ક્યારેય નથી જતી
મુખ્ય દ્વાર પર ગંદકી રાખનારા:
માતા લક્ષ્મીને સ્વચ્છતા અત્યંત પ્રિય છે. જે લોકોના ઘરના મુખ્ય દરવાજા પર હંમેશા ગંદકી રહેતી હોય, ત્યાં લક્ષ્મીજી ક્યારેય પ્રવેશતા નથી. જેથી દરરોજ સાંજે મુખ્ય પ્રવેશદ્વાર પર પાણીનો છંટકાવ કરવો, સુંદર રંગોળી બનાવવી અને ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ.
સૂર્યોદય પછી સૂતા રહેનારા:
શાસ્ત્રોમાં આળસને દરિદ્રતાનું મૂળ માનવામાં આવ્યું છે. જે લોકો સૂર્યોદય થયા પછી પણ લાંબા સમય સુધી સૂતા રહે છે, તેમના પર દેવી લક્ષ્મીની કૃપા ક્યારેય થતી નથી. આવા લોકોના ઘરમાં સુખ-સમૃદ્ધિના બદલે ગરીબી પ્રવેશે છે અને જમા પૂંજીનો નાશ થાય છે.

