Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : June 29 Horoscope: Favorable day for Aries-Aquarius,

૨૯ જૂનનું રાશિફળ: મેષ-કુંભ રાશિ માટે સાનુકૂળ દિવસ, વૃષભ અને મકર રાશિના જાતકોએ સાવચેત રહેવું

Timeછેલ્લું અપડેટ : 29 Jun 2026
લાઇવ ટીવીGoogle News
૨૯ જૂનનું રાશિફળ: મેષ-કુંભ રાશિ માટે સાનુકૂળ દિવસ, વૃષભ અને મકર રાશિના જાતકોએ સાવચેત રહેવું
સોર્સ : gstv

મેષ : દેશ- પરદેશના કામમાં, આયાત- નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. અગત્યના કામ અંગે મિલન- મુલાકાત થાય.

App Store

વૃષભ : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે સંભાળવું પડે. ઉતાવળ કરવી નહીં.

મિથુન : આપના અગત્યના કામનો ઉકેલ લાવી શકો. રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.

કર્ક : આપના કામમાં હરિફ વર્ગ- ઈર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરવાના પ્રયાસ કરે. ધર્મકાર્ય- શુભકાર્યમાં ખર્ચ- ખરીદી થાય.

સિંહ : આપના રૂકાવટ- વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.

કન્યા : નોકરી- ધંધે જાવ તો ઘર પરિવારની ચિંતા રહે અને ઘરે રહો તો નોકરી- ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે, ખર્ચ જણાય.

તુલા : ઉપરી વર્ગ- સહકાર્યકર વર્ગ- નોકર ચાકર વર્ગ આપના કાર્યમાં મદદરૂપ થવાના પ્રયાસ કરે, પરદેશના કામ થઈ શકે.

વૃશ્ચિક : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં લાભ- ફાયદો મળી રહે. સામાજિક વ્યવહારિક કામ થઈ શકે.

ધન : માનસિક- પરિતાપ- વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા- દ્વિધા અનુભવાય.

મકર : આપે રાજકીય- સરકારી કામમાં, ખાતાકીય કામમાં સંભાળવું પડે. નાણાંકીય લેવડદેવડમાં ધ્યાન રાખવું.

કુંભ : આપના કામની કદર- પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. પરદેશના કામ અંગે મિલન- મુલાકાત થઈ શકે.

મીન : દિવસના પ્રારંભથી જ આપને સતત કાંઈને કાંઈ કામમાં વ્યસ્ત રહેવું પડે. મિત્રવર્ગનો સહકાર મળી રહે.

 

ટોપિક્સ:rashirashifalastrologyhoroscope