July Grah Gochar 2026: સૂર્ય, બુધ અને શુક્ર બદલશે ચાલ, 4 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, આ લોકોએ સાવચેત રહેવું!
July Grah Gochar 2026: આજથી

July Grah Gochar 2026: આજથી જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે. જ્યોતિષીય દ્રષ્ટિકોણથી જુલાઈ 2026નો આ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જ્યારે સૂર્ય, બુધ, શુક્ર અને શનિ જેવા મુખ્ય ગ્રહો એક જ મહિનામાં પોતાની ચાલ બદલે છે, ત્યારે તેની સીધી અને ઊંડી અસર તમામ 12 રાશિના જાતકોના જીવન પર પડે છે. એક તરફ ગ્રહોના આ મહાગોચરથી કેટલીક રાશિઓના બંધ ભાગ્યના તાળા ખુલશે, તો બીજી તરફ કેટલીક રાશિના જાતકોએ વિશેષ સાવધાની રાખવાની જરૂર પડશે.
જુલાઈમાં આ ગ્રહોનું થશે ગોચર
દ્રિક પંચાંગ પ્રમાણે મહિનાના અંતમાં શનિ કુંભ રાશિમાં વક્રી થઈ જશે અને પોતાની ધીમી ગતિથી લોકોના જીવન પર ઊંડી અસર કરશે. બીજી તરફ 24 જુલાઈથી બુધની સ્થિતિમાં મોટો ફેરફાર આવશે. બુધ જે અત્યાર સુધી વક્રી હતો તે થઈ હવે માર્ગી થઈ જશે, જેના કારણે વ્યવસાય, બુદ્ધિ અને સંવાદ સાથે સંબંધિત બાબતોમાં સુધારો જોવા મળી શકે છે.
આના થોડા દિવસો પહેલા 16 જુલાઈના રોજ સૂર્ય મિથુન રાશિ છોડીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે. આ પરિવર્તન કર્ક સંક્રાંતિના નામથી ઓળખાય છે, જેનું વિશેષ ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ છે. મહિનાની શરૂઆતમાં જ 4 જુલાઈના રોજ શુક્ર સિંહ રાશિમાં ગોચર કરશે. શુક્રને સુખ, સમૃદ્ધિ અને પ્રેમનો કારક માનવામાં આવે છે, તેથી આ પરિવર્તન જીવનના આ પાસાઓ પર અસર કરી શકે છે.
મેષ રાશિ
બુધ અને સૂર્યનું ગોચર તમારા માટે ધન લાભના નવા રસ્તા ખોલશે. કાર્યક્ષેત્રમાં તમારા માન-સન્માનમાં વધારો થશે. જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમય અનુકૂળ છે. પારિવારિક જીવન સુખદ રહેશે.
સિંહ રાશિ
શુક્ર અને સૂર્યનું ગોચર તમારા વ્યક્તિત્વમાં વધારો કરશે. નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં મજબૂત થશે અને અટકેલા કામને ગતિ મળશે.
તુલા રાશિ
જુલાઈમાં ગ્રહોનું આ ગોચર તમારા માટે કરિયરમાં મોટી પ્રગતિ લઈને આવી શકે છે. વેપારીઓને મોટો નફો થવાની અપેક્ષા છે. તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળશે.
ધન રાશિ
શનિની અનુકૂળ સ્થિતિ અને બુધનું ગોચર તમારા ભાગ્યને મજબૂત બનાવશે. લાંબા અંતરની મુસાફરીના યોગ બનશે, જે લાભદાયી સાબિત થશે. કોર્ટ કેસના મામલે સફળતા મળી શકે છે.
આ રાશિના જાતકોએ સાવચેત રહેવું
મિથુન રાશિ
ગ્રહોના રાશિ પરિવર્તનના કારણે તમારા ખર્ચમાં અચાનક વધારો આવી શકે છે, જે તમારા બજેટને બગાડી શકે છે. કાર્યક્ષેત્ર પર સહકર્મચારીઓ સાથે દલીલ કરવાનું ટાળો. આ મહિને તમારી વાણી પર નિયંત્રણ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
મકર રાશિ
જુલાઈનો મહિનો તમારા માટે માનસિક તણાવ લઈને આવી શકે છે. તમારા સ્વાસ્થ્યને લઈને બેદરકાર ન રહો, ખાસ કરીને ખાવા-પીવામાં ધ્યાન રાખો. નાણાકીય વ્યવહારોની વાત આવે ત્યારે કોઈ પર પણ આંધળો વિશ્વાસ ન કરો.
કુંભ રાશિ
શનિની ચાલ અને અન્ય ગ્રહોનો પ્રભાવ તમારા બનતા કામોમાં કેટલાક અવરોધો ઊભા કરી શકે છે. વાહન ચલાવતી વખતે વધારાની સાવધાની રાખો. આ મહિને રોકાણ કરવાનું ટાળો, નહીંતર નુકસાન થઈ શકે છે.
મીન રાશિ
પારિવારિક મોરચે કેટલીક ગેરસમજો ઊભી થઈ શકે છે, જેના કારણે ઘરનો માહોલ થોડો તણાવપૂર્ણ રહી શકે છે. ઓફિસમાં સીનિયર અધિકારીઓ સાથે સંકલન જાળવીને ચાલો. આ મહિને ધીરજ તમારી સૌથી મોટી તાકાત રહેશે.









