Janmashtami 2026: ઘરમાં કાનુડાની તસવીર મૂકતા પહેલાં જાણી લો વાસ્તુના આ ખાસ નિયમો

હિન્દુ ધર્મમાં જન્માષ્ટમીના પર્વનું ખૂબ મહત્ત્વ છે. આ પર્વ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ તરીકે ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે ભક્ત લડ્ડૂ ગોપાલની વિશેષ પૂજા-અર્ચના કરે છે. આ વખતે જન્માષ્ટમી 4 સપ્ટેમ્બરે મનાવવામાં આવશે. આ શુભ અવસરે ઘરમાં ભગવાન શ્રીકૃષ્ણની તસવીર લગાવવાનું ખૂબ શુભ માનવામાં આવે છે.
ઘરમાં કૃષ્ણની તસવીર લગાવતી વખતે વાસ્તુ શાસ્ત્રના નિયમોનું પાલન કરવું જરૂરી છે. ત્યારે સુખ-સમુદ્ધિમાં વૃદ્ધિ થશે. જો તમે પણ જન્માષ્ટમીએ ઘરમાં શ્રીકૃષ્ણની તસવીર લગાવવાના છો, તો અત્યારે જ જાણી લો વાસ્તુના નિયમો વિશે.
કેવી તસવીર લગાવવી જોઈએ?
સંતાન પ્રાપ્તિ માટે - જો તમે સંતાન ઇચ્છો છો, તો જન્માષ્ટમીએ તમારે બાળગોપાલની તસવીર લગાવવી જોઈએ.
સુખ-શાંતિ માટે - જે લોકો ઘરમાં સુખ, શાંતિ અને સકારાત્મક વાતાવરણ ઇચ્છે છે, તે લોકોએ ઘરમાં શ્રીકૃષ્ણની હસતી તસવીર લગાવવી જોઈએ. માન્યતા છે કે, પ્રભુના આ સ્વરૂપની તસવીર લગાવવાથી વ્યક્તિને શુભ પરિણામ મળે છે.
વૈવાહિક જીવનમાં ખુશીઓ લાવવા માટે ધાર્મિક માન્યતા પ્રમાણે, ઘરમાં રાધા-કૃષ્ણની તસવીર લગાવવી જોઈએ, તેનાથી વૈવાહિક જીવનમાં ખુશીઓ આવે છે અને પતિ-પત્નીનો સંબંધ વધુ ગાઢ બને છે.
ધન-ધાન્યમાં વૃદ્ધિ માટે અને સમૃદ્ધિ માટે ભગવાન શ્રીકૃષ્ણની ગાયો સાથેની તસવીર લગાવવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે, એવી તસવીર લગાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે, જેનાથી શુભ પ્રભાવ પરિવારના સભ્યો પર પડે છે.
કઈ દિશામાં તસવીર લગાવવી જોઈએ?
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે, ઘરમાં ભગવાન શ્રીકૃષ્ણની તસવીર લગાવવા માટે ઉત્તર-પૂર્વ દિશા શુભ માનવામાં આવે છે. કારણ કે, આ દિશામાં સકારાત્મક ઊર્જા રહેતી હોય છે. આ સિવાય તમે પૂર્વ કે ઉત્તર દિશામાં પણ ભગવાન શ્રીકૃષ્ણની તસવીર લગાવી શકો છો.
જો તમે રાધા-કૃષ્ણની તસવીર બેડરૂમમાં લગાવવા માગો છો, તો ઉત્તર-પશ્ચિમ દિશાની દીવાલે લાગવવી જોઈએ. માનવામાં આવે છે કે, આ દિશામાં તસવીર લગાવવાથી સંબંધોમાં પ્રેમ વધે છે.
આ દિશામાં ભૂલથી પણ તસવીર ન લગાવડવી
વાસ્તુશાસ્ત્રમાં દક્ષિણ દિશાને પિતૃઓની દિશા માનવામાં આવે છે. તેથી આ દિશામાં ભગવાન શ્રીકૃષ્ણની તસવીર લગાવવાથી નકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે. તેથી ઘરમાં ભગવાન શ્રીકૃષ્ણની તસવીર લગાવવાથી પહેલા વાસ્તુના આ નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે, આ ઉપરાંત કોઈ જ્યોતિષની પણ સલાહ લઈ શકો છો.
નોંધ: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોકવાયકાઓ પર આધારિત છે, જેનો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે. 'GSTV' આ વાતોની સત્યતા કે તર્કસંગતતાની પુષ્ટિ કરતું નથી. વાચકોએ કોઈપણ નિર્ણય લેતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાત અથવા શાસ્ત્રજ્ઞની સલાહ લેવી હિતાવહ છે.

