Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Is it auspicious or inauspicious if a cat enters the house and drinks the milk? Learn about interesting beliefs associated with omens

બિલાડી ઘરમાં આવીને દૂધ પી જાય તો શુભ કે અશુભ? જાણો શુકન-અપશુકન સાથે જોડાયેલી રસપ્રદ માન્યતાઓ

Timeછેલ્લું અપડેટ : 23 Aug 2026
લાઇવ ટીવીGoogle News
બિલાડી ઘરમાં આવીને દૂધ પી જાય તો શુભ કે અશુભ? જાણો શુકન-અપશુકન સાથે જોડાયેલી રસપ્રદ માન્યતાઓ
સોર્સ : gstv

બિલાડી દેખાવમાં સુંદર અને લોકપ્રિય પાલતુ પ્રાણી છે. શેરીઓમાં રખડતી બિલાડીઓ ઘણીવાર રસ્તો ઓળંગતી કે ઘરમાં ઘૂસીને દૂધ પીતી જોવા મળે છે. જ્યોતિષ અને શુકન શાસ્ત્રમાં બિલાડીના આવા વ્યવહાર સાથે શુભ અને અશુભ બંને પ્રકારની માન્યતાઓ જોડાયેલી છે.

App Store

જ્યોતિષશાસ્ત્ર અનુસાર બિલાડીને રાહુ ગ્રહનું વાહન માનવામાં આવે છે. બિલાડી સાથે જોડાયેલી મુખ્ય માન્યતાઓ નીચે મુજબ છે:

દૂધ પીવું શુભ સંકેત: જો બિલાડી અચાનક રસોડામાં પ્રવેશીને દૂધ પી જાય, તો તેનાથી નારાજ થવાને બદલે સારો સંકેત માનવામાં આવે છે. માન્યતા મુજબ આ ઘટના ઘરમાં ધનવૃદ્ધિ અને આર્થિક મુશ્કેલીઓ દૂર થવાનો ઈશારો કરે છે.

દિવાળીની રાત્રે આગમન: દિવાળીના દિવસે ઘરમાં બિલાડીનું આવવું અત્યંત શુભ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ સમાન માનવામાં આવે છે, જે અચાનક ધનલાભનો સંકેત આપે છે. આ ઉપરાંત ઘરમાં બિલાડી બચ્ચાંને જન્મ આપે તો તેને સુખ-સમૃદ્ધિનું આગમન ગણવામાં આવે છે.

રસ્તો ઓળંગવો: દરેક વખતે બિલાડી રસ્તો ઓળંગે તે અશુભ હોતું નથી. જો બિલાડી ડાબી બાજુથી જમણી તરફ રસ્તો ક્રોસ કરે તો તેને અડચણરૂપ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં થોડીવાર રોકાઈને ઈષ્ટદેવનું સ્મરણ કરીને આગળ વધવું હિતાવહ છે.

રાહુ દોષ નિવારણ: કુંડળીમાં રાહુ ગ્રહ નબળો હોય કે અશુભ ફળ આપતો હોય તેવા લોકો માટે બિલાડી પાળવી લાભદાયક ગણાય છે. માન્યતા અનુસાર બિલાડી ઘરમાં આવનારી નકારાત્મક ઊર્જા અને સંકટોને પોતાના પર ખેંચી લે છે.

બિલાડીઓની લડાઈ: ઘરની આસપાસ બિલાડીઓનું અંદરોઅંદર લડવું કે રડવું અશુભ મનાય છે. આ સંકેત પરિવારમાં વિવાદ, ધનહાનિ કે બિનજરૂરી ખર્ચ વધવાની શક્યતા દર્શાવે છે.

છીંક અને મોં સાફ કરવું: કોઈ શુભ કાર્ય માટે નીકળતી વખતે બિલાડીની છીંક સંભળાય તો તે કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થવાનો સંકેત છે. તેવી જ રીતે જો બિલાડી પંજા વડે પોતાનું મોં સાફ કરતી જોવા મળે, તો ઘરમાં કોઈ પ્રિય મહેમાન આવવાની સંભાવના રહે છે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.