Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : If you also keep God's photos in your purse, then know this Vastu rule

Religion: જો તમે પણ પર્સમાં રાખો છો ભગવાનના ફોટા, તો જાણી લો આ વાસ્તુ નિયમ

Timeછેલ્લું અપડેટ : 09 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Religion: જો તમે પણ પર્સમાં રાખો છો ભગવાનના ફોટા, તો જાણી લો આ વાસ્તુ નિયમ
સોર્સ : GSTV

દરેક વ્યક્તિ પોતાની મહેનતની કમાણીને સુરક્ષિત રાખવા માટે લોકર અથવા પર્સનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણીવાર અજાણતામાં થતી નાની ભૂલો મોટા આર્થિક નુકસાનનું કારણ બની શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, પૈસા સાથે જોડાયેલી વસ્તુઓની ખોટી ગોઠવણી નકારાત્મક ઉર્જા આકર્ષે છે, જે તમારી નાણાકીય સ્થિતિ બગાડી શકે છે. જો તમે વારંવાર પૈસાની તંગી અથવા બિનજરૂરી ખર્ચથી પરેશાન હોવ, તો આ ભૂલોને તત્કાલ સુધારવી જરૂરી છે.

App Store

૧. પર્સમાં નકામી વસ્તુઓ કે જૂના બિલો ન રાખો

ઘણા લોકો પર્સમાં જૂના બિલો, નકામા કાગળો અથવા ફાટેલી નોટો ભરી રાખે છે અને પછી ભૂલી જાય છે. વાસ્તુ મુજબ, આ આદત પૈસાના પ્રવાહને અવરોધે છે. પર્સ હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત હોવું જોઈએ. નકામા કાગળો નકારાત્મક ઉર્જા વધારે છે, જે તમારી બચત થવા દેતા નથી.

૨. લોકરમાં બિનજરૂરી વસ્તુઓનો સંગ્રહ ટાળો

લોકરનો ઉપયોગ ફક્ત કિંમતી ઘરેણાં અને રોકડ રાખવા માટે જ થવો જોઈએ. ઘણા લોકો લોકરમાં જૂના કાટવાળા દાગીના, નકામા દસ્તાવેજો કે અન્ય બિનજરૂરી વસ્તુઓ ભરી રાખે છે. આ આદત લોકરની ઉર્જાને અવરોધે છે, જેનાથી સંપત્તિ વધવાને બદલે ઘટવા લાગે છે. લોકર હંમેશા સાફ અને ગોઠવાયેલું રાખવું જોઈએ.

૩. ગંદા કે ફાટેલા પર્સનો ઉપયોગ ન કરો

જો તમારું પર્સ ગંદુ કે ફાટેલું હોય, તો તેની સીધી અસર તમારી આર્થિક સ્થિતિ પર પડે છે. જ્યોતિષીય માન્યતા અનુસાર, દેવી લક્ષ્મીનો વાસ ત્યાં જ હોય છે જ્યાં સ્વચ્છતા હોય. તેથી, પર્સ જૂનું કે ફાટેલું થઈ જાય તો તેને તાત્કાલિક બદલી નાખવું જોઈએ.

૪. સિક્કા અને નોટોને અલગ રાખો

પર્સમાં સિક્કા અને નોટોને મિક્સ રાખવાથી ઉર્જાનું અસંતુલન સર્જાય છે. પર્સમાં સિક્કા રાખવા માટે અલગ ખાનું વાપરવું જોઈએ અને નોટોને યોગ્ય રીતે ગોઠવીને રાખવી જોઈએ. આ આદત પૈસા પ્રત્યે આદર દર્શાવે છે અને તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવામાં મદદરૂપ થાય છે.

૫. લોકરની યોગ્ય દિશા અને સ્થાન

વાસ્તુશાસ્ત્ર મુજબ લોકરની દિશા અત્યંત મહત્વની છે. લોકર હંમેશા એવી રીતે રાખવું જોઈએ કે તેનો દરવાજો ઉત્તર અથવા પૂર્વ દિશામાં ખૂલે. આ દિશાઓ ધન વૃદ્ધિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. લોકરને ક્યારેય દક્ષિણ દિશામાં ન રાખવું, કારણ કે તે આર્થિક અસ્થિરતા લાવી શકે છે.

૬. પર્સમાં દેવી-દેવતાઓના ફોટા ન રાખો

ઘણા લોકો શ્રદ્ધાના કારણે પર્સમાં ભગવાનના ફોટા રાખે છે, પરંતુ વાસ્તુ મુજબ આ યોગ્ય નથી. પર્સમાં ઘણીવાર ગંદકી કે એંઠા હાથ લાગતા હોય છે, જે છબીનું અપમાન ગણાય છે. ભગવાનના ફોટાને ઘરના મંદિરમાં જ રાખવા જોઈએ. પર્સમાં તમે શુભ પ્રતીકો જેવા કે શ્રીયંત્રનો નાનો ફોટો રાખી શકો છો.

પૈસા કમાવવા જેટલા જ મહત્વના તેને સાચવવાના નિયમો છે. સ્વચ્છતા, વ્યવસ્થા અને યોગ્ય દિશા જાળવીને તમે માત્ર તમારા પૈસા સુરક્ષિત નથી રાખી શકતા, પરંતુ તમારી આર્થિક સ્થિતિને પણ વધુ મજબૂત બનાવી શકો છો.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

ટોપિક્સ:gstv newsvastu tips