Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Here are the 5 sacred caves of Maa Amba

અહીં છે મા અંબાની પવિત્ર 5 ગુફાઓ, ત્યાં નવલા નોરતામાં થાય છે માતાજીના દિવ્ય સ્વરૂપના દર્શન

Timeછેલ્લું અપડેટ : 18 Sept 2025
લાઇવ ટીવીGoogle News
અહીં છે મા અંબાની પવિત્ર 5 ગુફાઓ, ત્યાં નવલા નોરતામાં થાય છે માતાજીના દિવ્ય સ્વરૂપના દર્શન
સોર્સ : GSTV

હિન્દુ ધર્મમાં શારદીય નવરાત્રીનો તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. જે દરમિયાન મા અંબેના ભક્તો 9 દિવસો સુધી માતાજીના અનેક સ્વરૂપોની પૂજા કરી તેમને પ્રસન્ન કરે છે. નવરાત્રીના પાવન પર્વ પર મા અંબાના મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળે છે. હિન્દુ માન્યતાઓ અનુસર, કેટલીક ગુફાઓમાં મા અંબા નવરાત્રી દરમિયાન પ્રગટ થતાં હોય છે અથવા તેમની દિવ્ય ઉર્જાનો સંચાર કરે છે. આ બધી ગુફાઓ 51 શક્તિપીઠો સાથે જોડાયેલી છે અને લાખો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે.અહીં જાણો આ ગુફાઓ વિશે વિગતવાર...  

App Store

વૈષ્ણો દેવી ગુફા (જમ્મુ-કાશ્મીર)

ત્રિકુટા પર્વતની આ પવિત્ર ગુફાઓમાં મા વૈષ્ણો દેવીની ત્રણ મૂર્તિઓ (મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી) વિરાજમાન છે. એવી માન્યતા છે કે નવરાત્રી દરમિયાન મા અહીં પ્રગટ થાય છે અને ભક્તોને દર્શન સાથે આશીર્વાદ આપે છે. 12 કિલોમીટરની યાત્રા કરીને ભક્તો ગર્ભ ગૃહ (મુખ્ય ગુફા) સુધી પહોંચે છે.

કામખ્યા ગુફા મંદિર (અસમ, ગુવાહાટી)

નિલચાલ પહાડી પર સ્થિત આ ગુપ્ત ગુફા શક્તિનું પ્રતિક છે, જ્યાં મા કામખ્યા (મા અંબાનું તાંત્રિક રૂપ) વિરાજમાન છે. અહીં કોઈ મૂર્તિ વિરાજમાન નથી. તેમના બદલે માતાજીની પૂજા યોનીના સ્વરૂપમાં કરવામાં આવે છે. ભક્તોને આ ગુફામાં અંબુબાચી મેળા (જૂન મહિનામાં) અને નવરાત્રી દરમિયાન ચમત્કારિક અનુભવો થાય છે.

હરસિદ્ધિ માતા ગુફા મંદિર (ગુજરાત, પોરબંદરની પાસે)

દ્વારકાથી લગભગ 20 કિલોમીટર દૂર દ્વારકાધીશના મંદિર પાસે આ ગુફા મા હરસિદ્ધિને સમર્પિત છે. કથાઓ અનુસાર, ભગવાન કૃષ્ણએ અહીં જ પૂજા કરી હતી. ધાર્મિક માન્યતાઓ અનુસાર નવરાત્રી દરમિયાન મા હરસિદ્ધિનું અહીં પ્રગટ થતાં હોવાનું અનુમાન છે. 

અંબાજી ગુફા (ગુજરાત-રાજસ્થાન સરહદ) 

51 શક્તિ પીઠોમાંથી એક, આરસુરી અંબાજી મંદિર (મા અંબાનું સ્વરૂપ) આ ગુફા એક યંત્રના સ્વરૂપમાં પૂજવામાં આવે છે. નવરાત્રી દરમિયાન અહીં માની ઉપસ્થિતિનો અનુભવ થાય છે. લાખો ભક્તો અહીં ગરબા અને દાંડિયા સાથે દર્શન કરવા આવે છે.

જ્વાળા દેવી ગુફા (હિમાચલ પ્રદેશ, કાંગડા)

આ મંદિરની વિશેષતા એ છે કે અહી કોઈ મૂર્તિની જગ્યાએ અગ્નિની જ્વાળાઓની પૂજા થાય છે, જે પ્રાકૃતિક સ્વરૂપથી પૃથ્વીની ઊંડાઇથી નીકળે છે. આ મંદિર 51 શક્તિપીઠોમાંથી એક છે.

 

નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.