Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Garuda Purana Secret: These 5 Amazing Signs Will Tell If You Are Reincarnated Or Not!

VIDEO: ગરુડ પુરાણનું રહસ્ય: આ 5 અદ્ભુત સંકેતો જણાવશે કે તમારો પુનર્જન્મ થયો છે કે નહીં!

Timeછેલ્લું અપડેટ : 12 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પુનર્જન્મ એ એક એવો વિષય છે, જેના પર હિન્દુ શાસ્ત્રોમાં ખૂબ વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. બીજી તરફ વિજ્ઞાન હજુ પણ આ વિષય પર રિસર્ચ કરી રહ્યું છે, છતાં હજુ સુધી કોઈ નક્કર નિષ્કર્ષ પર નથી પહોંચ્યું. આમ છતાં, વિશ્વભરમાં ઘણા લોકો એવા છે જે પુનર્જન્મના સિદ્ધાંતમાં દ્રઢ વિશ્વાસ રાખે છે.

App Store

તમે ઘણીવાર લોકોને એ કહેતા સાંભળ્યા હશે કે જ્યારે જીવનમાં કોઈ મોટી આફત આવે છે, ત્યારે તેઓ કહે છે, ખબર નહીં કયા જન્મની સજા મળી રહી છે. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ ઉઠે છે કે, શું ખરેખર પુનર્જન્મ થાય છે? અને જો તે થાય છે, તો શું તેની આપણા વર્તમાન જીવન પર અસર પડે છે? આ જ સવાલોના જવાબ સાથે અમે તમને કેટલાક સંકેતો જણાવીશું. આ એવા લક્ષણો છે જે તમને એ સમજવામાં મદદ કરી શકે છે કે કદાચ તમારો પણ પુનર્જન્મ હોય.

એક જ સ્વપ્ન વારંવાર આવવું

જો તમને વારંવાર એક જ સ્વપ્ન આવે છે અને તેમાં દેખાતા લોકો અથવા સ્થાનો તમને પરિચિત લાગે છે, પરંતુ તમને યાદ નથી કે તમે તેમને ક્યાં જોયા હતા, તો તે પુનર્જન્મ સાથે સંબંધિત સંકેત હોઈ શકે છે.

ક્યારેક-ક્યારેક આપણે એવી વ્યક્તિને મળીએ છીએ જેને આપણે પહેલાં ક્યારેય નથી મળ્યા, પરંતુ તેને જોઈને એવું લાગે છે કે આપણે તેમને વર્ષોથી ઓળખીએ છીએ. આ મજબૂત જોડાણ પાછલા જન્મના કોઈ સબંધ તરફ ઈશારો કરી શકે છે.

પૂર્વાભાસ થવો

કેટલાક લોકોને ભવિષ્યની ઘટનાઓનો આભાસ પહેલા જ થઈ જાય છે. ક્યારેક, તેમની કહેલી વાતો સાચી પણ પડે છે. એવું માનવામાં આવે છે કે આવા કિસ્સાઓમાં આત્મા ભૂતકાળના અનુભવોથી પરિપક્વ થઈ ચૂક્યો હોય છે, જે આગામી ઘટનાઓનો સંકેત આપી દે છે.

વ્યક્તિ, સ્થળ કે વસ્તુ પ્રત્યે ઊંડો લગાવ

ઘણીવાર આપણને કોઈ કારણો વિના કોઈ વ્યક્તિ, સ્થળ કે વસ્તુ પ્રત્યે ઊંડો લગાવ થઈ જતો હોય છે. શક્ય છે કે આ આકર્ષણ પૂર્વજન્મ સાથે જોડાયેલું હોય, જ્યાં તે વસ્તુ કે વ્યક્તિ તમારા જીવનનો એક અતૂટ હિસ્સો રહી ચૂક્યા હોય.

અજાણ્યો ડર અથવા ઉદાસી

કેટલાક લોકોને કોઈ પણ સ્પષ્ટ કારણ વિના સતત ડર અથવા ઉદાસીનો અહેસાસ થતો રહે છે. ઘણીવાર તેઓ એવી વાતો કે વર્તનનું પુનરાવર્તન કરે છે, જે તેમના વર્તમાન જીવન સાથે જોડાયેલા હોતા નથી. આ પ્રકારના લક્ષણોને પણ પુનર્જન્મ સાથે જોડાયેલા સંકેતો તરીકે જોવામાં આવે છે.

જોકે, આ તમામ બાબતોના કોઈ વૈજ્ઞાનિક પુરાવા હજુ સુધી સંપૂર્ણપણે સ્થાપિત નથી થઈ શક્યા. તેમ છતાં એવી માન્યતા ચોક્કસ પ્રવર્તે છે કે આત્મા અમર છે અને તે એક શરીર છોડીને બીજા શરીરમાં પ્રવેશ કરતી રહે છે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.