ઘરમાં સાંજના સમયે કેમ કચરો ન વાળવો જોઈએ? જાણો ગરુડ પુરાણનું મોટું રહસ્ય!

આપણા ઘરોમાં અવારનવાર વડીલો નાની-નાની બાબતો પર ટોકતા હોય છે. જેમ કે, સાંજ પડે એટલે દાદી અથવા મમ્મી કહેશે કે, હવે ઘરમાં કચરો ન વાળશો. બાળપણમાં આપણને આ વાત માત્ર એક સામાન્ય નિયમ જેવી લાગતી હતી. પરંતુ શું તમે જાણો છો કે આ સામાન્ય લાગતી બાબત પાછળ એક મોટું ધાર્મિક રહસ્ય છુપાયેલું છે. શાસ્ત્રોમાં સાંજ પછી ઘરમાં કચરો વાળવો એ અત્યંત અશુભ માનવામાં આવ્યું છે. આ એક એવી ભૂલ છે જે સારામાં સારા અમીર માણસોને પણ ક્ષણભરમાં કંગાળ બનાવી શકે છે.
ઘરમાં સાંજના સમયે કેમ કચરો ન વાળવો જોઈએ?
સનાતન ધર્મના પ્રસિદ્ધ ગ્રંથ 'ગરુડ પુરાણ'માં આ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળે છે. ગરુડ પુરાણ પ્રમાણે સૂર્યાસ્ત એટલે કે સૂરજ ડૂબ્યા પછી ઘરના વાતાવરણમાં મોટો બદલાવ આવવા લાગે છે. દિવસભરની ભાગદોડ બાદ ઘરમાં એક સકારાત્મક ઉર્જા એટલે કે પોઝિટિવિટી એકઠી થાય છે.
જ્યારે આપણે સાંજના સમયે અથવા અંધારું થયા પછી ઘરમાં કચરો વાળીએ તો પૉઝિટિવ એનર્જી ઘરની બહાર નીકળી જાય છે. ઘરની સુખ-શાંતિ અને સમૃદ્ધિને જાળવી રાખવા માટે આ પૉઝિટિવ એનર્જીનું ઘરમાં રહેવું અત્યંત જરૂરી હોય છે.
માતા લક્ષ્મીના ઘરમાં પ્રવેશ કરવાનો સમય
ધાર્મિક માન્યતાઓ પ્રમાણે સાંજનો સમય એ માતા લક્ષ્મીના ઘરમાં પ્રવેશ કરવાનો હોય છે. આ સમયને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. જ્યારે માતા લક્ષ્મી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આપવા આવી રહ્યા હોય, અને તમે બરાબર એ જ સમયે ઘરમાં કચરો વાળીને ગંદકી બહાર ફેંકી રહ્યા હોવ, તો માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે.
નારાજ થયેલા માતા લક્ષ્મી ક્યારેય આ ઘરમાં ટકતાં નથી. ધનની દેવી જો એકવાર નારાજ થઈને ઘરની બહાર ચાલી જાય, તો એ પરિવારમાં પૈસાની ભારે તંગી શરૂ થઈ જાય છે. એટલું જ નહીં, વ્યક્તિની વર્ષોની જમા પૂંજી પણ ધીમે-ધીમે ખતમ થવા લાગે છે.
દરિદ્રતાનો વાસ
'ગરુડ પુરાણ' પ્રમાણે રાત્રે કચરો વાળવાથી ત્યાં દરિદ્રતાનો વાસ થવા લાગે છે. દરિદ્રતા એટલે માત્ર દુ:ખો, બીમારીઓ અને ઘરમાં કંગાળી આવવી. ઘણી વખત લોકો અજાણતામાં રાત્રે સફાઈ કરે છે અને ઘરનો બધો જ કચરો બહાર ફેંકી દે છે. આવું કરવાથી ઘરનું સૌભાગ્ય પણ એ કચરાની સાથે જ ઘરની બહાર ચાલ્યું જાય છે. ત્યારબાદ ઘરના સભ્યો વચ્ચે અવારનવાર ઝઘડા થવા લાગે છે. એટલું જ નહીં અણધાર્યા ખર્ચાઓ સામે આવવા લાગે છે અને વ્યક્તિ આર્થિક રીતે એટલો લાચાર થઈ જાય છે કે તે પાઈ-પાઈ માટે મહોતાજ બની જાય છે.
આ ખાસ વાતનું હંમેશા ધ્યાન રાખો
તેથી જો તમે પણ તમારા જીવનમાં સુખ, શાંતિ, ખુશાલી અને આર્થિક બરકત ઈચ્છતા હોવ, તો આ ખાસ વાતનું હંમેશા ધ્યાન રાખો. સાંજ પડતા પહેલા જ ઘરની સાફ-સફાઈના તમામ કાર્યો પુરા કરી લો. જો કોઈ અનિવાર્ય કારણ કે મજબૂરીના લીધે રાત્રે ઘરમાં કચરો વાળવો જ પડે, તો પણ કચરો રાત્રે ઘરની બહાર બિલકુલ ન ફેંકવો. કચરાને ઘરના જ કોઈ ખૂણામાં એકઠો કરીને મૂકી રાખો અને સવાર પડ્યા પછી જ તેને ઘરની બહાર ફેંકો. આ એક નાનકડા અને સરળ નિયમનું પાલન કરીને તમે તમારા ઘરની લક્ષ્મી, સુખ-સમૃદ્ધિ અને ખુશીઓને હંમેશ માટે સાચવીને રાખી શકો છો.

