Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : 'Ganesh Sankatnashan Stotra' will provide relief from every problem in life, know the correct way to recite it and its benefits

Religion: 'ગણેશ સંકટનાશન સ્તોત્ર' જીવનની દરેક મુસીબતમાંથી અપાવશે મુક્તિ, જાણો પાઠ કરવાની સાચી રીત અને ફાયદા

Timeછેલ્લું અપડેટ : 01 May 2026
લાઇવ ટીવીGoogle News
Religion: 'ગણેશ સંકટનાશન સ્તોત્ર' જીવનની દરેક મુસીબતમાંથી અપાવશે મુક્તિ, જાણો પાઠ કરવાની સાચી રીત અને ફાયદા
સોર્સ : GSTV

હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશને 'વિઘ્નહર્તા' માનવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ગણેશ પૂજાથી જ થાય છે. શાસ્ત્રો અનુસાર, બુધવારનો દિવસ ગણપતિજીને સમર્પિત છે. જો તમે જીવનમાં સતત અવરોધો, દેવું કે માનસિક તણાવથી પરેશાન હોવ, તો 'સંકટનાશન ગણેશ સ્તોત્ર'નો પાઠ રામબાણ ઈલાજ સાબિત થાય છે.

App Store

સ્તોત્રની ઉત્પત્તિ અને પૌરાણિક સંદર્ભ

નારદ પુરાણમાં આ સ્તોત્રનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. પૌરાણિક કથા અનુસાર, દેવર્ષિ નારદે ભગવાન શિવની સલાહ પર આ સ્તોત્રની રચના કરી હતી. સાચા હૃદયથી આ સ્તોત્રનો પાઠ કરવાથી સ્વયં ગણેશજીએ નારદજીના તમામ સંકટો દૂર કર્યા હતા. માનવામાં આવે છે કે જે ભક્ત શ્રદ્ધાપૂર્વક આ પાઠ કરે છે, તેની આસપાસ એક દૈવી સુરક્ષા કવચ બની જાય છે.

સંકટનાશન ગણેશ સ્તોત્રના પાઠથી થતા લાભ:

  • મુસીબતોનો નાશ: જીવનમાં આવતા અણધાર્યા અવરોધો અને વિઘ્નો દૂર થાય છે.
  • સફળતાની પ્રાપ્તિ: વિદ્યાર્થીઓને વિદ્યા, ધન ઈચ્છુકોને સંપત્તિ અને મોક્ષની કામના કરનારાઓને મુક્તિ મળે છે.
  • ફળશ્રુતિ: સ્તોત્રમાં ઉલ્લેખ છે કે સતત ૬ મહિના સુધી પાઠ કરવાથી ફળની પ્રાપ્તિ થાય છે અને એક વર્ષમાં પૂર્ણ સિદ્ધિ મળે છે.
  • ઋણમુક્તિ: શત્રુઓ પર વિજય અને જૂના દેવામાંથી મુક્તિ મેળવવા માટે આ પાઠ અત્યંત પ્રભાવી છે.

॥ શ્રી સંકટનાશન ગણેશ સ્તોત્રમ્ ॥

પ્રણમ્ય શિરસ દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ ।
ભક્તાવાસં સ્મરેન્નિત્યમાયુઃકામાર્થસિદ્ધયે ॥ ૧ ॥

પ્રથમં વક્રતુણ્ડં ચ એકદન્તં દ્વિતીયકમ્ ।
તૃતીયં કૃષ્ણપિઙ્ગાક્ષં ગજવત્રં ચતુર્થકમ્ ॥ ૨ ॥

લમ્બોદરં પંચમં ચ ષષ્ઠં વિકટમેવ ચ ।
સપ્તમં વિઘ્નરાજં ચ ધૂમ્રવર્ણં તથાષ્ટમમ્ ॥ ૩ ॥

નવમં ભાલચન્દ્રં ચ દશમં તુ વિનાયકમ્ ।
એકાદશં ગણપતિં દ્વાદશં તુ ગજાનનમ્ ॥ ૪ ॥

દ્વાદશૈતાનિ નામાનિ ત્રિસંધ્યં યઃ પઠેન્નરઃ ।
ન ચ વિઘ્નભયં તસ્ય સર્વસિદ્ધિકરં પ્રભો ॥ પ ॥

વિદ્યાર્થી લભતે વિદ્યા ધનાર્થી લભતે ધનમ્ ।
પુત્રાર્થી લભતે પુત્રાન્ મોક્ષાર્થી લભતે ગતિમ્ ॥ ૬ ॥

જપેદ્ગણપતિસ્તોત્રં ષડ્ભિર્માસૈઃ ફલં લભેત્ ।
સંવત્સરેણ સિદ્ધિં ચ લભતે નાત્ર સંશયઃ ॥ ૭ ॥

અષ્ટભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિત્વા યઃ સમર્પયેત્ ।
તસ્ય વિદ્યા ભવેત્સર્વા ગણેશસ્ય પ્રસાદતઃ ॥ ૮ ॥

॥ ઇતિ શ્રી નારદપુરાણે સંકટનાશનં ગણપતિસ્તોત્રં સંપૂર્ણમ્ ॥

ભગવાન ગણેશના પ્રભાવી મંત્રો:

સર્વકાર્ય સિદ્ધિ માટે: વક્રતુંડ મહાકાય, સૂર્યકોટિ સમપ્રભ । નિર્વિઘ્નં કુરુ મે દેવ, સર્વકાર્યેષુ સર્વદા ॥

સફળતા માટે: ૐ ગં ગણપતયે નમઃ ।

સૌભાગ્ય માટે: ૐ શ્રીં ગં સૌભાગ્ય ગણપતયે । વર્વર્દ સર્વજન્મ મે વષમાનય નમઃ ॥

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.