Ganesh Chaturthi 2025: ગણેશ ચતુર્થીએ જાણો પૂજાનું સંપૂર્ણ વિધિ વિધાન વિગતવાર

Ganesh Chaturthi 2025: ભગવાન શ્રી ગણેશને વિઘ્નહર્તા દેવ કહ્યા છે. આ અંગે સચોટ માર્ગદર્શન આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે સાચા વિધિ વિધાનથી ગણેશ ઉત્સવમાં ગણેશ પૂજન કરવામાં આવે તો ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે. જીવનમાં શુભતા આવે છે વિઘ્નો દૂર થાય છે અને શુભ અને મંગળ થાય છે અને સફળતા પ્રાપ્ત થાય છે. વર્ષ દરમિયાનમાં ભગવાન ગણેશને રીઝવવાનો શ્રેષ્ઠ સમય એટલે ગણેશ મહોત્સવ જે ગણેશ ચતુર્થીથી શરૂ થાય અને અનંત ચૌદશના રોજ પૂરો થાય માટે જ સમગ્ર ભારતમાં ગણેશ ચતુર્થીએ ભગવાન ગણેશની સ્થાપના કરાય છે. અને દસ દિવસના ઉત્સવમાં પૂજન-અર્ચન કરી અનંત ચૌદસના રોજ તેમનું વિસર્જન કરાય છે.
ગણેશ ચતુર્થી , ગણેશજી જેમને પ્રથમ પૂજ્ય દેવ તરીકે પૂજવામાં આવે છે દરેક શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા તેમની પૂજા કરાય છે તેઓની આરાધના કરવાનો આ શ્રેષ્ઠ અવસર ગણાય છે
1,ગણેશજીની કેવી મૂર્તિ શ્રેષ્ઠ ફળ આપે? માટીના ગણેશનો મહિમા કેમ ?
શાસ્ત્રો અનુસાર વિશેષ રૂપે સાચો મહિમા માટીના ગણપતિ બનાવવાનો અને સ્થાપન કરવાનો એટલે છે તે જ ઉત્તમ ફળ પ્રદાન કરે છે,જેના ત્રણ મુખ્ય કારણો છે 1, પૂર્વ કાળમાં માતા ઉમા એ જ દિવસે ગણેશજીને પોતાના શરીર ના મેલ અને કાચી માટી થી ગણેશજીનું સર્જન કર્યું હતું 2, ગણેશ જીને હાથીનું શીશ લગાવી આજ દિવસે ભગવાન શિવ જી એ પુનઃ સજીવન કર્યા હતા. અને 3જું કારણ મહાભારત ગ્રંથ રચના સમયે મહર્ષિ વેદ વ્યાસજીએ ગણેશજીને શીતળતા મળે તે માટે માટીનો લેપ લગાવ્યો હતો આ મહાન કથાઓને કારણે ગણેશ પર્વ ઉજવાય છે માટે જ સાચો મહિમા માટીના ગણેશનો છે. મૂષક , રિદ્ધિ સિદ્ધિ અને મોદક સહિતના ગણેશજીની પ્રતિમા લેવી.
ગણેશજીના અસ્ત્ર
પ્રમુખ અસ્ત્ર- પાશ, અંકુશ,અને પરશુ છે,ગણેશજીના અન્ય શણગારમાં શંખ કમળ પુષ્પ ચક્ર ગદા પરશુ અને નાગ છે મૂષક માટે જ શાસ્ત્રની સાચી સમજ ધરાવનાર જાણકાર શ્રદ્ધાળુઓ પહેલેથી જ આજ કારણે ગણેશ પર્વમાં ગુજરાત સહિત દેશભરમાં માટીના ભગવાન ગણેશનો મહિમા છે. પોતાના ઘર, શહેર, નગર, શેરી, ઓફિસ, ફેક્ટરી કે દરેક સ્થાને અને પોતાની શ્રદ્ધા અનુસાર ત્રણ દિવસ પાંચ દિવસ, સાત દિવસ કે દસ દિવસ સુધી કરી શકાય છે.
આ વર્ષે ગણેશ ઉત્સવમાં 27 ઓગસ્ટ 2025 બુધવારે ગણેશ ચતુર્થીએ ગણેશ સ્થાપના અને 6 સપ્ટેમ્બર શનિવારે અનંત ચૌદસે ગણેશ વિસર્જન આમ આ દસ દિવસ ગણેશ આરાધના કરાશે.
ગણેશ ચોથના ચંદ્ર દર્શન નિષેધ મનાય છે ગણેશજીએ શ્રાપ આપેલો છે
નિષેધ ચંદ્ર દર્શનનો સમય (ગણેશ ચતુર્થી 2025 ચંદ્ર સમય)ગણેશ ચતુર્થી પર ચંદ્ર જોવાનું અશુભ માનવામાં આવે છે. જેથી આ દિવસે ચંદ્ર જોવાથી કોઈ પ્રકારનો કલંક લાગે છે. તેથી, એક દિવસ પહેલા એટલે કે 26 ઓગસ્ટથી 27 ઓગસ્ટ સુધી ચંદ્ર જોવાની મનાઈ છે.
નિષેધ ચંદ્ર દર્શનનો સમય - 26 ઓગસ્ટ બપોરે 01:54 થી સાજે 08:29 વાગ્યા સુધી
સમયગાળો - 6 કલાક 34 મિનિટ
નિષેધ ચંદ્ર દર્શનનો સમય - 27 ઓગસ્ટ સવારે 09:28 થી 08:57 વાગ્યા સુધી
સમયગાળો - 11 કલાક 29 મિનિટ
માટીના ગણેશજીનું પૂજન
ભક્તો માટીના ગણેશજીનું સ્થાપન કરી પુજન અર્ચન કરે છે અને વર્ષ પર્યંત માટે ગણેશજીના આશીર્વાદ મેળવે છે અને અનેક લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવાન શ્રી ગણેશને પ્રથમ પૂજ્ય દેવ તેમજ શુભતાના દેવ વિઘ્નહરતા દેવ કહેવાય છે. જેથી કોઈપણ કાર્યની શરૂઆત કરતા પહેલા ગણેશજીનું નામ સ્મરણ કરી કાર્ય કરાય છે. માટે આદિકાળથી ભક્તો દ્વારા ગણેશ ચતુર્થી એ ભગવાન શ્રી ગણેશનું પોતાના ઘરમાં ઓફિસમાં ફેક્ટરીમાં સોસાયટીમાં નગરમાં કે ગામ માં આપના કરીએ છીએ અને વર્ષપર્યંત તેમની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે
ગણેશજીનીને રીઝવવા શ્રેષ્ઠ મંત્રો
ઓમ ગં ગણપતયે નમઃ
ઓમ એક દંતાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તનો દંતિ પ્રચોદયાત્
ગણેશજી - જલ તત્વનાં અધિપતિ છે અને ગંગાજળ મિશ્રિત જળથી સ્નાન ખૂબ પ્રિય છે તેમની પાસે જલ અવશ્ય રાખવું. ગણેશ સ્થાપન પાસે જળ ભરેલો કળશ રાખવાથી ગણેશજી પ્રસન્ન રહે છે. ગણેશજી - બુધ અને કેતુ ગ્રહના અધિપતિ છે
ગણેશજીને પ્રિય પ્રસાદ
અનેક પ્રકારના મોદક,ચુરમાના લાડુ તેમજ ગોળ ગણેશ જીને મન ગમતા પુષ્પ જાસૂદ લાલ પીળા
લાલ ગુલાબના પુષ્પ, પીળા કેસરી ગલગોટા હજારીગલના પુષ્પ
પ્રિય ફળ
કેળા, ચીકુ, સીતાફળ સફરજન, પપૈયુ
ગણેશજીને ધરો કેવી રીતે અર્પણ કરાય
ગણેશજીને ધરો અતિપ્રિય છે અચૂક તેમને અર્પણ કરવી કહેવાય છે કે ગણેશજીને ધરોની 21 ગાંઠો અર્પણ કરવાથી મનોકામના પૂર્ણ થાય તેમજ જીવનમાં શીતળતા અને સુખ પ્રાપ્ત થાય છે. ગણેશજીને સમીપત્ર પ્રિય છે તે અર્પણ કરી શકાય તેનાથી પણ શુભ ફળની પ્રાપ્તિ થાય છે
ઉપરોક્ત ગણેશજીની ચીજો સામગ્રીઓ દ્વારા આ 10 દિવસમાં યથાશક્તિ ગણેશ પૂજન કરવાથી જીવનના દૂર થાય છે અને ધન સમૃદ્ધિ એશ્વર્ય અને કાર્ય સિદ્ધિની પ્રાપ્તિ થાય છે ઘરમાં શુભ અને મંગલ પ્રસંગ આવે છે. ગણેશ પૂજામાં આ 5 ભૂલ કદી ન કરતા નહીતો પૂજા નિષ્ફળ જશે.
ભગવાન ગણેશને અપ્રિય 5 ચીજોથી દૂર રહો
તુલસી, ખંડિત સૂકા ચોખા, કેતકીના સફેદ ફૂલ, સફેદ વસ્ત્ર અને સફેદ ચંદન ચઢાવવામાં આવતા નથી કેમકે તે ચંદ્રથી સંબંધિત છે.ગણેશજીને અન્ય અપ્રિય બાબતોમાં કેક પેસ્ટ્રી પિઝા પાસ્તા સેન્ડવીચ જેવી ચીજો ન ધરાવી શકા ઘરનું બનાવેલું શુદ્ધ સાત્વિક ભોજન થાળ સ્વરૂપે મોદક સહિત ધરાવી શકાય. બીજું ઘણા ભક્તોને એવો પણ સંશય રહે છે કે ઓફિસ કે ફેક્ટરીમાં સ્થાપન કર્યા પછી તેને બંધ કરાય નહીં તેવો કોઈ વહેમ રાખવો નહીં હા, એકવાત જરૂરી છે સ્થાપન કર્યા પછી બંને સમય તેમનું પૂજન-અર્ચન થવું જોઈએ. બંને સમય ફુલહાર, પ્રસાદ, ધૂપ-દીપ, આરતી કરવી જરૂરી છે.
જાણીતા જ્યોતિષી ચેતન પટેલ

