Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : VIDEO: Before Bhadarvi Mela in Ambaji, rockslides hit the road at 5 to 6 places on Hadad road

VIDEO: અંબાજીમાં ભાદરવી મેળા પહેલા હડાદ માર્ગ પર 5થી 6 જગ્યાએ ભેખડો ધસી રસ્તા પર આવી ગઈ

Timeછેલ્લું અપડેટ : 25 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ઉત્તર ગુજરાતના જાણીતા શક્તિપીઠ અને બનાસકાંઠાના યાત્રાધામ એવા અંબાજી જતા રસ્તામાં ભેખડો ધસી પડવાની ઘટના સામે આવી છે. ભાદરવા મહિનાનો પ્રારંભ થઈ ચુક્યો છે. ત્યારે મેળા આડે હવે ગણતરીના દિવસો બાકી છે. તેવામાં અંબાજીથી હડાદ માર્ગ પર અડધો પહાડ રોડ પર ધસી આવ્યો છે. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. અંબાજી-હડાદ રસ્તામાં 5થી 6 સ્થળ પર ભેખડો, શીલાઓ અસ્તવ્યસ્ત રીતે ફંગોળાઈને પડી છે. જેથી વાહનો અને રાહદારીઓને અવર-જવરમાં હાલાકી વેઠવી પડે તેમ છે.

App Store

યાત્રાધામ અંબાજી જવાના આ ફોરલેન હાઈવે પર માર્ગ પર રોજના હજારો વાહનો પસાર થતા હોય છે. આ ઉપરાંત સેંકડોની સંખ્યામાં લોકો પર અવર-જવર કરતા હોય છે. વળી ભાદરવી મેળામાં યાત્રાળુઓ પગપાળા અને સંઘમાં જતાં-આવતાં હોય છે. જો કે, સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. આવનારા દિવસોમાં ભાદરવી મહાકુંભ શરૂ થનાર છે, ત્યારે ભક્તોની સુરક્ષા સામે સૌથી મોટા સવાલો ઊભા થયા છે. મીડિયા પહોંચતા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પહાડ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંબાજી જતા જાહેર માર્ગ પર ઠેક-ઠેકાણા ઉપર પથ્થરો ભેખડો જોવા મળી રહ્યા છે તેને હટાવવામાં આવશે.