Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : VIDEO: Saraswati, Arjuna rivers overflow due to heavy rains in Danta taluka

VIDEO: દાંતા તાલુકામાં ઉપરવાસમાં ભારે વરસાદથી સરસ્વતી, અર્જુના નદી બેકાંઠે વહેતી થઈ

Timeછેલ્લું અપડેટ : 25 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વરસાદી માહોલ છે. દાંતા તાલુકાના ઉપરવાસમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને લીધે અંબાજી પંથકની બે નદી સરસ્વતી, અર્જુના નદીમાં વિપુલ પાણીની આવક થતા નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને લીધે નદીમાં ભારે પૂર આવવાથી રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

App Store

દાંતા તાલુકાના મોરિયાથી વડગામ તાલુકામાં જવાનો માર્ગ બંધ કરી દીધો છે. જેથી લોકો નદીના કિનારે અટવાયા છે. નદીમાં પાણી ઓછું થશે ત્યારબાદ જ લોકો અવર-જવર કરી શકશે. ઉપરવાસમાં ભારે વરસાદથી દાંતા તાલુકાના નદી, નાળાઓ અને ચેકડેમો છલકાયા છે. વરસાદી માહોલને લીધે આસપાસના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.