Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : For whom will there be good fortune and upon whom will the mountain of sorrow fall?

શનિનું નક્ષત્ર પરિવર્તન: કોના માટે ભાગ્યોદય અને કોના પર તૂટશે દુ:ખનો પહાડ?

Timeછેલ્લું અપડેટ : 06 May 2026
લાઇવ ટીવીGoogle News
શનિનું નક્ષત્ર પરિવર્તન: કોના માટે ભાગ્યોદય અને કોના પર તૂટશે દુ:ખનો પહાડ?
સોર્સ : gstv

જ્યોતિષ શાસ્ત્રમાં જેમને 'ન્યાયના દેવતા' અને 'કર્મફળ દાતા' માનવામાં આવે છે તેવા શનિદેવ ટૂંક સમયમાં પોતાનું નક્ષત્ર બદલવા જઈ રહ્યા છે. આગામી 17 મેના રોજ શનિદેવ રેવતી નક્ષત્રમાં ગોચર કરશે. ઉલ્લેખનીય છે કે, રેવતી નક્ષત્ર એ તમામ 27 નક્ષત્રોમાં અંતિમ નક્ષત્ર છે અને તેના સ્વામી 'બુધ' છે. દ્રિગ પંચાંગ અનુસાર, શનિદેવ 9 ઓક્ટોબર સુધી આ નક્ષત્રમાં બિરાજમાન રહેશે. જ્યોતિષવિદોના મતે શનિના આ નક્ષત્ર પરિવર્તનની તમામ 12 રાશિઓ પર વ્યાપક અસર જોવા મળશે.

App Store

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે આ સમય કરિયરની દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વનો સાબિત થશે. નોકરીમાં ફેરફાર, બદલી અથવા નવી જવાબદારીઓ મળવાની પ્રબળ શક્યતા છે. વિદેશ જવા ઈચ્છતા જાતકો માટે આ સમય સોનેરી તકો લઈને આવી શકે છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે શનિનું આ ગોચર ભાગ્યશાળી રહેશે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે. અટકેલા સરકારી કામો પૂર્ણ થશે અને કાર્યક્ષેત્રમાં તમારી મહેનતની કદર થતા આત્મવિશ્વાસ વધશે.

મિથુન રાશિ

આ રાશિના જાતકો માટે સ્થિરતા તો રહેશે, પરંતુ કામનું દબાણ માનસિક તણાવ આપી શકે છે. સ્વભાવમાં ચિડિયાપણું ન આવે તેનું ધ્યાન રાખવું. જમીન-મકાન કે મિલકતના વિવાદોમાં લાભ થવાની સંભાવના છે.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે આ સમય ઉતાર-ચઢાવવાળો રહેશે. ખાસ કરીને કાર્યસ્થળ પર ઉપરી અધિકારીઓ સાથે સંઘર્ષ ટાળવો. નાની અમથી દલીલ તમારા માટે મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકોએ આર્થિક બાબતોમાં સાવધ રહેવું. અચાનક આવી પડતા ખર્ચ તમારું બજેટ ખોરવી શકે છે. બિનજરૂરી રોકાણથી બચવું અને નાણાકીય શિસ્ત જાળવવી હિતાવહ છે.

કન્યા રાશિ

વ્યાપારીઓ અને પ્રોફેશનલ્સ માટે આ ગોચર લાભદાયી છે. નવી ભાગીદારીના યોગ બની રહ્યા છે જે ભવિષ્યમાં મોટો ફાયદો કરાવી શકે છે. તમારી કાર્યશૈલી અને વ્યૂહરચનાના સકારાત્મક પરિણામો મળશે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે કરિયરમાં ઉન્નતિના દ્વાર ખુલશે. પગાર વધારો કે પ્રમોશન મળવાની પૂરેપૂરી શક્યતા છે. ટૂંકી મુસાફરી લાભદાયી નીવડશે અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે.

વૃશ્ચિક રાશિ

કરિયરમાં લાંબા સમયથી ચાલી આવતી મડાગાંઠ ઉકેલાશે. અટકેલા પ્રોજેક્ટ્સ ઝડપથી પૂરા થશે. નવી દિશામાં આગળ વધવા માટે આ શ્રેષ્ઠ સમય છે, તમારી કાર્યક્ષમતામાં વધારો થશે.

ધન રાશિ

ધન રાશિના જાતકો માટે આ સમય થોડો કઠિન રહી શકે છે. માનસિક દબાણ અનુભવાય. કાર્યક્ષેત્રમાં લીધેલા કેટલાક નિર્ણયો ઉલટા પડી શકે છે, તેથી કોઈપણ પ્રતિક્રિયા આપતા પહેલા ગંભીરતાથી વિચારવું.

મકર રાશિ

મકર રાશિના જાતકો માટે હવે 'અચ્છે દિન' શરૂ થઈ શકે છે. જૂની સમસ્યાઓનો અંત આવશે અને આર્થિક સ્થિતિમાં સુધારો જણાશે. નવી યોજનાઓ પર કામ કરવા માટે તમે ઉત્સાહિત રહેશો.

કુંભ રાશિ

આ રાશિના જાતકો માટે કૌટુંબિક અને આર્થિક બંને મોરચે સુધારો જોવા મળશે. સંબંધોમાં મધુરતા આવશે. જોકે, વાણી પર સંયમ રાખવો ખૂબ જરૂરી છે, નહીંતર કડવા વેણ સંબંધો બગાડી શકે છે.

મીન રાશિ

મીન રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેવું નહીં. કાનૂની ગૂંચવણોમાં ફસાવાની શક્યતા હોવાથી સાવચેતી રાખવી. નિયમિત ચેકઅપ અને શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવવી જરૂરી છે.

નોંધ:-  આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.