Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Enjoy the work being created. May Bhai Bhandu help you.

આ રાશિના જાતકોના યશ-પદ-ધનમાં વધારો થાય  9 જુલાઈ 2026, ગુરૂવારનું રાશિફળ

Timeછેલ્લું અપડેટ : 09 Jul 2026
લાઇવ ટીવીGoogle News
આ રાશિના જાતકોના યશ-પદ-ધનમાં વધારો થાય  9 જુલાઈ 2026, ગુરૂવારનું રાશિફળ
સોર્સ : gstv

મેષ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ થાય. રાજકીય-સરકારી કામકાજમાં સાનુકૂળતા મળી રહે.
વૃષભ : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. કોર્ટ-કચેરીના કામમાં આપે સાવધાની રાખવી પડે.
મિથુન : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામ થાય.
કર્ક : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થઈ શકે.
સિંહ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા જણાય. નોકર-ચાકરવર્ગનો સાથ રહે.
કન્યા : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં સંભાળવું.
તુલા : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. આનંદ જણાય.
વૃશ્ચિક : નોકરી-ધંધાના કામની સાથે બીજું કોઈ કામ આવી જતાં અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપનો કાર્યભાર વધે.
ધન : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. મિલન-મુલાકાત થઈ શકે.
મકર : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં ઉતાવળ કરવી નહીં. ઘર-પરિવારની ચિંતા રહે.
કુંભ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્ય રચના થવાથી આનંદ અનુભવો. ભાઈભાંડુ આપને મદદરૂપ થાય.
મીન : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આવક જણાય. સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા રહે.

App Store

અગ્નિદત્ત પદમનાભ