Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Do you still make the mistake of washing clothes at night? So be careful, this habit can be expensive!

Vastu Tips: શું તેમ પણ રાત્રે કપડાં ધોવાની ભૂલ કરો છો? તો ચેતી જજો, મોંઘી પડી શકે છે આ આદત!

Timeછેલ્લું અપડેટ : 30 May 2026
લાઇવ ટીવીGoogle News
Vastu Tips: શું તેમ પણ રાત્રે કપડાં ધોવાની ભૂલ કરો છો? તો ચેતી જજો, મોંઘી પડી શકે છે આ આદત!
સોર્સ : GSTV

આજના ભાગદોડભર્યા જીવનમાં લોકો પાસે સમયની ભારે અછત હોય છે. ઓફિસ, ઘર અને પરિવારની જવાબદારીઓ વચ્ચે, ઘણા લોકો સમય બચાવવા માટે રાત્રે કપડાં ધોવાનું પસંદ કરે છે. જોકે, વાસ્તુશાસ્ત્રમાં આ આદતને બિલકુલ અયોગ્ય માનવામાં આવી છે.

App Store

રાત્રે કપડાં ધોવા અને બહાર સૂકવવાથી ઘરની સકારાત્મક ઊર્જા પર નકારાત્મક અસર પડે છે, જેના કારણે પરિવારના સભ્યોને મોટું નુકસાન વેઠવું પડી શકે છે.

વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર, દિવસ અને રાત્રિના ઊર્જાના સ્તરમાં ઘણો તફાવત હોય છે. સૂર્યાસ્ત પછી વાતાવરણમાં નકારાત્મક ઊર્જાનું પ્રમાણ વધી જાય છે. તેથી, રાત્રે કપડાં ધોવાથી કે બહાર ખુલ્લામાં સૂકવવાથી તેમાં નકારાત્મક ઊર્જા પ્રવેશી શકે છે. આ જ કારણ છે કે વાસ્તુ નિષ્ણાતો હંમેશા દિવસના સમયને જ કપડાં ધોવા માટે સર્વશ્રેષ્ઠ માને છે.

રાત્રે કપડાં ધોવાના ગેરફાયદા

રાત્રે ઘરની બહાર કપડાં ધોવા અને સૂકવવાથી ઘરની સુખ-સમૃદ્ધિ હણાય છે. વાસ્તુ અનુસાર, આ આદતના કારણે ઘરમાં:

  • અચાનક આર્થિક નુકસાન (નાણાકીય તંગી) થઈ શકે છે.

  • માનસિક અશાંતિ અને તણાવ વધી શકે છે.

  • પરિવારના સભ્યો વચ્ચે અંદરોઅંદર ઝઘડા થવાની સંભાવના રહે છે.

આ ઉપરાંત, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો રાત્રે હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે કપડાં યોગ્ય રીતે સુકાતા નથી, જેના લીધે તેમાં ફૂગ (Fungus) અને બેક્ટેરિયા ઝડપથી ફેલાઈ શકે છે.

સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસર

ભીના કપડાં રાતોરાત સંપૂર્ણપણે ન સુકાવાને કારણે તેમાં ભેજ રહી જાય છે. આવા કપડાં પહેરવાથી ત્વચાના રોગો, એલર્જી અને અન્ય સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થવાનું જોખમ વધી જાય છે. આમ, વાસ્તુ અને સ્વાસ્થ્ય બંને દ્રષ્ટિએ રાત્રે કપડાં ધોવાની આદત ઘરની સકારાત્મક ઊર્જા અને સુખાકારીને નબળી પાડે છે.

નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.