મુખ્ય સામગ્રી પર જાઓ
ધર્મ

Vastu Tips / શું તમે પણ રાત્રે રસોડામાં સંપૂર્ણ અંધારું રાખો છો? આ નાની ભૂલ બની શકે છે આર્થિક તંગીનું કારણ

શું તમે રાત્રે સૂતા પહેલા રસોડાની તમ

Vastu Tips / શું તમે પણ રાત્રે રસોડામાં સંપૂર્ણ અંધારું રાખો છો? આ નાની ભૂલ બની શકે છે આર્થિક તંગીનું કારણ
આ સમાચાર સાંભળો

શું તમે રાત્રે સૂતા પહેલા રસોડાની તમામ લાઈટો બંધ કરીને સંપૂર્ણ અંધારું કરી દો છો? જો તમારો જવાબ 'હા' હોય, તો વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારી આ આદત ઘરની સુખ-સમૃદ્ધિ પર નકારાત્મક અસર પાડી શકે છે.

વાસ્તુશાસ્ત્ર મુજબ રસોડું એ ઘરનું ખૂબ જ પવિત્ર અને મહત્વનું સ્થાન માનવામાં આવે છે, જ્યાં માતા અન્નપૂર્ણા અને માતા લક્ષ્મીનો વાસ હોય છે. રાત્રે રસોડાને સંપૂર્ણ અંધારામાં રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે, જેના કારણે આર્થિક ખેંચ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

રસોડામાં રાત્રે સામાન્ય પ્રકાશ કેમ જરૂરી છે?

વાસ્તુશાસ્ત્ર અનુસાર, અંધારું નકારાત્મક શક્તિઓનું પ્રતીક માનવામાં આવે છે. જો રસોડું આખી રાત સંપૂર્ણ અંધારામાં રહે, તો ત્યાં નકારાત્મક ઉર્જા એકઠી થાય છે. માન્યતા મુજબ, જે ઘરમાં રસોડામાં અંધારપટ રહે ત્યાં દેવી લક્ષ્મી અને માતા અન્નપૂર્ણા અપ્રસન્ન થાય છે, જેના પરિણામે બિનજરૂરી ખર્ચ વધે છે અને ઘરમાં આર્થિક સંકટ ઊભું થઈ શકે છે.

સિંકમાં એંઠા વાસણો ન છોડો

રાત્રે સૂતા પહેલા રસોડાના સિંકમાં એંઠા વાસણો મૂકી રાખવા એ વાસ્તુ મુજબ મોટો દોષ ગણાય છે. આ આદત આરોગ્યની દ્રષ્ટિએ પણ હાનિકારક છે, કારણ કે તેનાથી જીવાત અને બેક્ટેરિયા વધે છે. તેથી રાત્રે જ વાસણો સાફ કરી લેવા હિતાવહ છે. જો કોઈ કારણસર વાસણો સાફ ન થઈ શકે, તો તેને પાણીથી સાફ કરીને યોગ્ય રીતે ઢાંકીને રાખવા જોઈએ.

ચૂલો અને પ્લેટફોર્મની સફાઈ

રાત્રે રસોડું વધાવતી વખતે ગેસનો ચૂલો અને કિચન પ્લેટફોર્મ સ્વચ્છ કપડાથી સાફ કરવું જોઈએ. ચોખ્ખાઈ રાખવાથી સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે અને માતા અન્નપૂર્ણાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ઉપરાંત, રાત્રે રસોડાનો દરવાજો બંધ રાખવો પણ સારો માનવામાં આવે છે.

આ સરળ વાસ્તુ ઉપાય અપનાવો

રાત્રે સૂતી વખતે રસોડાની મુખ્ય લાઈટો ભલે બંધ કરી દો, પરંતુ રસોડામાં ઝીરો વૉટનો એક નાઈટ બલ્બ અથવા ધીમો પ્રકાશ આપતો લેમ્પ હંમેશા ચાલુ રાખો. આમ કરવાથી રસોડામાં સંપૂર્ણ અંધારું નહીં રહે, નકારાત્મકતા દૂર થશે અને ઘરમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિનો વાસ રહેશે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

આ સમાચાર શેર કરો