Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Do not make these 4 mistakes even by mistake during Nautapa

Religion: નૌતપા દરમિયાન ભૂલથી પણ ન કરો આ 4 ભૂલો, નહિતર ઘરમાંથી ગાયબ થઈ જશે સુખ-સમૃદ્ધિ

Timeછેલ્લું અપડેટ : 23 May 2026
લાઇવ ટીવીGoogle News
Religion: નૌતપા દરમિયાન ભૂલથી પણ ન કરો આ 4 ભૂલો, નહિતર ઘરમાંથી ગાયબ થઈ જશે સુખ-સમૃદ્ધિ
સોર્સ : GSTV

આ વર્ષે નૌતપા ૨૫ મેથી શરૂ થઈને ૨ જૂન સુધી ચાલશે. જ્યોતિષ અને વિજ્ઞાન બંનેમાં આ દિવસોને વર્ષના સૌથી ગરમ દિવસો માનવામાં આવે છે. એવું કહેવાય છે કે નૌતપા દરમિયાન સૂર્યનારાયણનો પ્રકોપ સૌથી વધુ હોય છે અને પૃથ્વી આગ ઓકતી હોય તેવો અહેસાસ થાય છે. ગરમીના આ દિવસોમાં પાણી, મોસમી ફળો અને ઠંડી વસ્તુઓનું દાન કરવું ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે. આ સિવાય વાસ્તુશાસ્ત્ર અનુસાર, નૌતપા દરમિયાન આર્થિક મુશ્કેલીઓથી મુક્તિ મેળવવા માટે કેટલાક સરળ ઉપાયો કરવા જોઈએ, જેમાં માટીના વાસણનો આ ઉપાય સૌથી અસરકારક અને સરળ છે.

App Store

ઉત્તર-પૂર્વ દિશામાં રાખો પાણીનું પાત્ર

વાસ્તુશાસ્ત્રમાં ઘરની ઉત્તર-પૂર્વ દિશા એટલે કે 'ઈશાન ખૂણા'ને જળની દિશા માનવામાં આવી છે. આ દિશાને ધનના દેવતા કુબેરની દિશા પણ કહેવામાં આવે છે. તેથી, નૌતપા દરમિયાન ઘરની આ દિશામાં પાણીથી ભરેલું માટીનું પાત્ર  રાખવું જોઈએ. આ ઉપાય કરવાથી ઘરમાં ઉર્જાનું સંતુલન જળવાઈ રહે છે. આ માટલું માત્ર ગરમીમાં તરસ છીપાવવાનું કામ નથી કરતું, પરંતુ ઘરની આર્થિક સ્થિતિને પણ મજબૂત બનાવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરોમાં ઉત્તર કે ઉત્તર-પૂર્વ દિશામાં પાણી ભરેલું માટલું રાખવામાં આવે છે, ત્યાં ક્યારેય ધનની અછત સર્જાતી નથી.

માટલાની જગ્યાએ રાખી શકાય આ વસ્તુઓ

જો કોઈ કારણસર તમે ઘરમાં માટીનું મોટું માટલું ન રાખી શકો, તો તેને બદલે માટીની અન્ય વસ્તુઓ પણ મૂકી શકો છો. તમે માટીનો નાનો ઘડો, માટીના કુંડા કે માટીની બનેલી સુંદર મૂર્તિઓ ઈશાન ખૂણામાં રાખી શકો છો. આ સિવાય માટીનો કોડિયું કે નાની કુલડી રાખવાથી પણ લાભ થાય છે. જો કે, વાસ્તુ અનુસાર પાણી ભરેલું પાત્ર રાખવાથી સૌથી વધુ અને ઝડપી સકારાત્મક અસર જોવા મળે છે.

નૌતપા દરમિયાન ભૂલથી પણ ન કરો આ ભૂલો

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પાણી ભરેલું માટલું સુખ-સમૃદ્ધિ લાવે છે, પરંતુ તે રાખતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે:

પાણીનું આ માટલું ક્યારેય સાવ ખાલી ન થવું જોઈએ, તેમાં હંમેશા પાણી ભરેલું રાખવું.

ખાસ કરીને રાત્રે સૂતા પહેલાં આ માટલું પાણીથી આખું ભરી દેવું જોઈએ.

ઘરમાં રાખેલું માટીનું પાત્ર ક્યાંયથી પણ તૂટેલું કે તિરાડવાળું ન હોવું જોઈએ.

અગ્નિ તત્વ સાથે સંબંધિત કોઈ પણ વસ્તુ (જેમ કે ગેસ સ્ટવ, હીટર કે ઈલેક્ટ્રોનિક સાધનો) આ માટલાની નજીક ન રાખવા જોઈએ.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.