Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Do not accidentally keep these 2 parts of the house dark in the evening

Religion: સાંજના સમયે ઘરના આ 2 ભાગોમાં ભૂલથી પણ ન રાખતા અંધારું; નહિતર નકારાત્મક ઉર્જા કરી શકે છે પ્રવેશ!

Timeછેલ્લું અપડેટ : 24 May 2026
લાઇવ ટીવીGoogle News
Religion: સાંજના સમયે ઘરના આ 2 ભાગોમાં ભૂલથી પણ ન રાખતા અંધારું; નહિતર નકારાત્મક ઉર્જા કરી શકે છે પ્રવેશ!
સોર્સ : GSTV

હિન્દુ ધર્મમાં સંધ્યાકાળનું વિશેષ મહત્વ છે. આ એવો સમય છે જ્યારે દિવસ પૂરો થાય છે અને રાત્રિની શરૂઆત થાય છે. શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર, સાંજની આ પવિત્ર ઘડીમાં ધનની દેવી મા લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે.

App Store

આ જ કારણ છે કે આપણા વડીલો હંમેશા સાંજે ઘરમાં દીવા-બત્તી કરવાની અને મુખ્ય પ્રવેશદ્વારને સાફ-સુથરો રાખવાની સલાહ આપતા આવ્યા છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, સાંજના સમયે ઘરના અમુક ભાગોમાં અંધારું રાખવું અત્યંત અશુભ અને નુકસાનકારક માનવામાં આવે છે.

જો આ ભાગોમાં સાંજે પ્રકાશ ન કરવામાં આવે, તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને ઘરની સુખ-સમૃદ્ધિ કાયમ માટે ચાલી જાય છે. ચાલો જાણીએ ઘરના એવા બે મહત્વપૂર્ણ ભાગો વિશે જ્યાં ક્યારેય અંધારું ન હોવું જોઈએ.

૧. ઘરનો મુખ્ય દરવાજો 

ઘરનો મુખ્ય દરવાજો માત્ર પરિવારના સભ્યોની અવરજવર માટેનો માર્ગ નથી, પરંતુ તે ઘરમાં પ્રવેશતી ઉર્જાનો પણ મુખ્ય સ્ત્રોત છે. જો સાંજના સમયે મુખ્ય દરવાજે અંધારું રહેતું હોય, તો ત્યાં રાહુ અને દરિદ્રતાનો વાસ થવા લાગે છે. અંધારાને કારણે બહારથી આવતી સકારાત્મક ઉર્જા પાછી ફંટાઈ જાય છે અને નકારાત્મક શક્તિઓ ઘરમાં સરળતાથી પ્રવેશી શકે છે.

ઉપાય: સૂર્યાસ્ત થતાંની સાથે જ ઘરના મુખ્ય દરવાજા પર એક ઘી/તેલનો દીવો પ્રગટાવો અથવા તેજસ્વી બલ્બ ચાલુ કરી દો. આમ કરવાથી ઘરમાં સુખ-શાંતિ જળવાય છે અને લક્ષ્મીજીનું આગમન થાય છે.

૨. પૂજાઘર અથવા ઘરનો ઈશાન ખૂણો

વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર-પૂર્વ દિશાને એટલે કે 'ઈશાન ખૂણા'ને દેવતાઓનું સ્થાન માનવામાં આવે છે અને ઘરમાં મંદિર પણ આ જ દિશામાં હોય છે. સાંજનો સમય દેવતાઓની આરતી અને પૂજા-અર્ચના માટેનો હોય છે. જો આ સમયે પૂજાઘરમાં અંધારું રહે, તો ઘરનો વાસ્તુ દોષ પ્રબળ બળે છે. આના કારણે પરિવારના સભ્યોમાં વૈચારિક મતભેદો, માનસિક તણાવ અને આર્થિક કટોકટીનો સામનો કરવો પડી શકે છે.

ઉપાય: સાંજે તમારા મંદિરમાં હંમેશા ઘી અથવા સરસવના તેલનો દીવો અવશ્ય પ્રગટાવો. જો તમે કોઈ કારણસર ઘરની બહાર જઈ રહ્યા હોવ, તો પણ મંદિરમાં એક નાનો 'ઝીરો વોટ'નો બલ્બ હંમેશા ચાલુ રાખીને પ્રકાશ રાખવો.

આ સ્થાને પણ અંધારું રાખવાનું ટાળો

આ બે મુખ્ય સ્થાનો સિવાય સાંજના સમયે રસોડામાં પણ ક્યારેય અંધારું ન રાખવું જોઈએ. રસોડામાં અંધારું રાખવાથી અન્નપૂર્ણા માતા નારાજ થાય છે, જેના કારણે ઘરમાં બીમારીઓ વધે છે અને ધન-ધાન્યની અછત સર્જાય છે.

નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો, ધાર્મિક માન્યતાઓ, જ્યોતિષીઓ અને શાસ્ત્રોમાંથી સંકલિત કરીને માત્ર માહિતીના હેતુથી પ્રસારિત કરવામાં આવી છે. GSTV આની પુષ્ટિ કરતું નથી. આ અંગે કોઈ પણ પ્રયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી આવશ્યક છે.