Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Know this before keeping plastic bottles in the fridge, otherwise major damage may occur!

Religion: ફ્રિજમાં પ્લાસ્ટિકની બોટલ રાખતા પહેલા આ જાણી લો, નહીંતર થઈ શકે છે મોટું નુકસાન!

Timeછેલ્લું અપડેટ : 24 May 2026
લાઇવ ટીવીGoogle News
Religion: ફ્રિજમાં પ્લાસ્ટિકની બોટલ રાખતા પહેલા આ જાણી લો, નહીંતર થઈ શકે છે મોટું નુકસાન!
સોર્સ : GSTV

આજના સમયમાં લગભગ દરેક ઘરમાં ફ્રિજની અંદર પાણી સંગ્રહ કરવા માટે બોટલનો ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગના પરિવારોમાં પ્લાસ્ટિકની બોટલ વાપરવી એક સામાન્ય બાબત બની ગઈ છે.

App Store

જો કે, સ્વાસ્થ્ય અને વાસ્તુ બંનેની દ્રષ્ટિએ હવે કેટલાય લોકો કાચની બોટલને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે. વાસ્તુશાસ્ત્રમાં પાણી રાખવાના વાસણ, તેનું પાત્ર અને તેની દિશાને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ થાય છે કે, રેફ્રિજરેટરમાં પ્લાસ્ટિકની બોટલ રાખવી વધુ સારી કે કાચની? ચાલો જાણીએ આ અંગે વાસ્તુશાસ્ત્રના નિયમો શું કહે છે...

પ્લાસ્ટિકની બોટલ વિશે વાસ્તુશાસ્ત્રનો મત

વાસ્તુશાસ્ત્ર અનુસાર, પ્લાસ્ટિક એ કોઈ કુદરતી કે શુદ્ધ તત્વ નથી, પરંતુ એક કૃત્રિમ પદાર્થ છે જે ઘરમાં નકારાત્મક ઉર્જા વધારે છે. પ્લાસ્ટિકની બોટલમાં લાંબા સમય સુધી પાણી ભરી રાખવાથી તેની શુદ્ધતા અને સ્વાદ પર વિપરીત અસર પડે છે. વિજ્ઞાન પણ માને છે કે પ્લાસ્ટિકમાંથી હાનિકારક માઇક્રોપ્લાસ્ટિક અને રસાયણો પાણીમાં ભળે છે. તેથી, વાસ્તુ અને સ્વાસ્થ્ય બંને રીતે ફ્રિજમાં પ્લાસ્ટિકની બોટલ રાખવી અશુભ અને હાનિકારક માનવામાં આવે છે.

શા માટે કાચની બોટલ શ્રેષ્ઠ માનવામાં આવે છે?

વાસ્તુ નિયમો અનુસાર, કાચને એક શુદ્ધ પદાર્થ માનવામાં આવે છે જે સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. કાચની બોટલમાં રાખવામાં આવેલું પાણી વધુ શુદ્ધ, પવિત્ર અને ઉર્જાવાન રહે છે. કાચ પારદર્શક હોવાને કારણે પાણીની અશુદ્ધિઓ પણ સરળતાથી જોઈ શકાય છે. આ જ કારણ છે કે વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં કે પૂજાસ્થળે કાચના પાત્રમાં પાણી રાખવું અત્યંત શુભ અને મંગળકારી માનવામાં આવે છે.

સ્ટીલની બોટલ પણ છે એક ઉત્તમ વિકલ્પ

ઘણીવાર કાચની બોટલો હાથમાંથી છટકીને તૂટી જવાનો ડર રહે છે. જો તમારા ઘરમાં કાચની બોટલનો ઉપયોગ કરવો શક્ય ન હોય, તો સ્ટીલની બોટલ એક બહુ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં સ્ટીલને સંતુલન અને સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે. તે ઘરની સકારાત્મક ઉર્જાને જાળવી રાખે છે. જો કે, ધ્યાનમાં રાખવું કે સ્ટીલની બોટલને દરરોજ અંદરથી વ્યવસ્થિત સાફ કરવી અનિવાર્ય છે.

પાણી અને ફ્રિજ કઈ દિશામાં રાખવા જોઈએ?

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરની ઉત્તર અને ઉત્તર-પૂર્વ (ઈશાન) દિશા જળ તત્વ માટે સૌથી પવિત્ર અને શુભ માનવામાં આવે છે. તેથી, તમારા ઘરનું રેફ્રિજરેટર બને ત્યાં સુધી ઉત્તર કે ઉત્તર-પૂર્વ દિશામાં રાખવાનો આગ્રહ રાખો. ફ્રિજની અંદર રાખવામાં આવેલી પાણીની બોટલો હંમેશા સાફ-સુથરી હોવી જોઈએ. જો કોઈ બોટલ તૂટી ગઈ હોય, તેના પર સ્ક્રેચ પડ્યા હોય કે કલર ઉખડી ગયો હોય, તો તેને ફ્રિજમાંથી તાત્કાલિક હટાવી દેવી જોઈએ.

નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો, ધાર્મિક માન્યતાઓ, જ્યોતિષીઓ અને શાસ્ત્રોમાંથી સંકલિત કરીને માત્ર માહિતીના હેતુથી પ્રસારિત કરવામાં આવી છે. GSTV આની પુષ્ટિ કરતું નથી. આ અંગે કોઈ પણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી આવશ્યક છે.