Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Budh Pradosh Vrat 2026: Follow these special remedies to overcome financial difficulties and get back the stuck money

Religion/ બુધ પ્રદોષ વ્રત 2026: આર્થિક તંગી દૂર કરવા અને અટકેલા નાણાં પરત મેળવવા માટે કરો આ ખાસ ઉપાય

Timeછેલ્લું અપડેટ : 13 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Religion/ બુધ પ્રદોષ વ્રત 2026: આર્થિક તંગી દૂર કરવા અને અટકેલા નાણાં પરત મેળવવા માટે કરો આ ખાસ ઉપાય
સોર્સ : GSTV

હિન્દુ ધર્મમાં ભગવાન શિવની કૃપા મેળવવા માટે પ્રદોષ વ્રત શ્રેષ્ઠ માનવામાં આવે છે. દર મહિનાની તેરશ (ત્રયોદશી) તિથિએ પ્રદોષ વ્રત રાખવામાં આવે છે. આ વર્ષે વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષનું પ્રદોષ વ્રત ૧૫ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ છે. બુધવારે આવતું હોવાથી તેને 'બુધ પ્રદોષ' કહેવામાં આવે છે, જે ખાસ કરીને બૌદ્ધિક ક્ષમતા અને આર્થિક વૃદ્ધિ માટે ઉત્તમ મનાય છે.

App Store

પ્રદોષ કાળનું મહત્વ

શાસ્ત્રો અનુસાર, સૂર્યાસ્તના અંદાજે ૪૫ મિનિટ પહેલા અને ૪૫ મિનિટ પછીનો સમય 'પ્રદોષ કાળ' કહેવાય છે. માન્યતા છે કે આ સમયે મહાદેવ કૈલાશ પર્વત પર રજત ભવનમાં આનંદ નૃત્ય કરે છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.

આર્થિક સમસ્યાઓ દૂર કરવાના અચૂક ઉપાય

જો તમે નાણાકીય સંકટનો સામનો કરી રહ્યા હોવ અથવા તમારા પૈસા ક્યાંક અટવાયેલા હોય, તો આ ઉપાયો ફળદાયી નીવડશે:

રુદ્રાભિષેક: પ્રદોષ કાળ દરમિયાન શિવલિંગ પર પંચામૃત અથવા શુદ્ધ જળથી અભિષેક કરો.

બિલીપત્ર અને મગ: મહાદેવને ૧૧ બિલીપત્ર અને થોડા આખા લીલા મગ અર્પણ કરો. બુધ પ્રદોષ પર લીલા મગ અર્પણ કરવાથી બુધ ગ્રહ મજબૂત બને છે અને વ્યવસાય-નોકરીમાં લાભ થાય છે.

મંત્ર જાપ: પૂજા સમયે 'ૐ નમઃ શિવાય' મંત્રની ઓછામાં ઓછી ૧ માળા કરવી.

લગ્નજીવન અને અન્ય સમસ્યાઓ માટે ઉપાય

શેરડીના રસનો અભિષેક: લક્ષ્મી પ્રાપ્તિ અને પારિવારિક સુખ માટે શેરડીના રસથી શિવજીનો અભિષેક કરવો અત્યંત શુભ છે.

સૌભાગ્ય સામગ્રી: લગ્નમાં અવરોધ આવતા હોય તો માતા પાર્વતીને શૃંગારની વસ્તુઓ અર્પણ કરવી અને "ૐ પાર્વતીપતયે નમઃ" મંત્રનો જાપ કરવો.

શનિ દોષમાં રાહત: શિવ પૂજા કરવાથી શનિની પનૌતી કે ઢૈય્યામાં પણ માનસિક શાંતિ મળે છે.

પૂજાના પ્રભાવી મંત્રો

૧. ૐ નમઃ શિવાય (મૂળ મંત્ર)
૨. ૐ હ્રીં નમઃ શિવાય (આર્થિક ઉન્નતિ માટે)
૩. ૐ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત્ (શિવ ગાયત્રી મંત્ર)

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.